Year 2024 Predictions: વર્ષ 2024માં મચશે ભારે ઉથલપાથલ! જાણો ભારત માટે શું છે ચિંતાજનક બાબત

ગ્રહોની સ્થિતિ મુજબ જ આપણા જીવનમાં અલગ અલગ ઘટનાઓ ઘટતી હોય છે. 2024માં વૃશ્ચિક જાગશે. તેનો ગ્રહ સ્વામી મંગળ છે  અને મંગળ યુદ્ધ, હિંસા, રક્તપાત, અને વીરતા સાથે જોડાયેલો છે. આવનારા વર્ષમાં વૃશ્ચિક રાશિ પર શનિની દ્રષ્ટિ રહેશે. આવામાં આવનારું વર્ષ અનેક રીતે ખાસ રહેશે.જાન્યુઆરી 2024થી લઈને ડિસેમ્બર સુધી 12 મહિનામાં શું શું થઈશકે છે તે અંગે જાણો. 

Year 2024 Predictions: વર્ષ 2024માં મચશે ભારે ઉથલપાથલ! જાણો ભારત માટે શું છે ચિંતાજનક બાબત

જલદી નવું વર્ષ 2024 શરૂ થવાનું છે. નવું વર્ષ સારુ રહેશે કે પછી ખરાબ એ દરેક જણના મનમાં વિચાર ચાલતા હોય છે. 2024માં કયા પ્રકારની ઘટનાઓ ઘટી શકે છે તે જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે આગામી વર્ષે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે. કારણ કે ગ્રહોની સ્થિતિ મુજબ જ આપણા જીવનમાં અલગ અલગ ઘટનાઓ ઘટતી હોય છે. 2024માં વૃશ્ચિક જાગશે. તેનો ગ્રહ સ્વામી મંગળ છે  અને મંગળ યુદ્ધ, હિંસા, રક્તપાત, અને વીરતા સાથે જોડાયેલો છે. આવનારા વર્ષમાં વૃશ્ચિક રાશિ પર શનિની દ્રષ્ટિ રહેશે. આવામાં આવનારું વર્ષ અનેક રીતે ખાસ રહેશે.જાન્યુઆરી 2024થી લઈને ડિસેમ્બર સુધી 12 મહિનામાં શું શું થઈશકે છે તે અંગે જાણો. 

જાન્યુઆરી 2024
જાન્યુઆરીમાં 5 ગુરુવાર રહેશે. દુનિયાના અનેક દેશોમાં આતંકી હુમલા અને યુદ્ધ જેવી સ્થિતિ બની શકે છે. આર્થિક સ્થિરતા અને રાજનીતિક અશાંતિ વધશે. 

ફેબ્રુઆરી 2024
ફેબ્રુઆરીમાં 5 શુક્રવાર અને શનિવાર રહેશે. તેનાથી યુદ્ધ, ભય અને સત્તાના કેન્દ્રમાં ફેરફાર થઈ શકે છે. કુદરતી  આફતોનું જોખમ છે. પરંતુ સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધશે. 

માર્ચ 2024
માર્ચમાં પાંચ રવિવાર અને સોમવાર રહેશે. તેનાથી અનેક દેશોમાં યુદ્ધ અને અશાંતિ ફેલાશે. સરકાર બદલાઈ શકે છે. 

એપ્રિલ 2024
એપ્રિલમાં 5 શનિવાર, મંગળવાર અને રવિવાર રહેશે. આ મહિનામાં ભારત પર શત્રુઓ દ્વારા આક્રમણ થઈ શકે છે. 

મે 2024
મે મહિનામાં 5 બુધવાર અને ગુરુવાર રહેશે. આ મહિનામાં પશ્ચિમ એશિયાઈ દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની શકે છે.

જૂન 2024
જૂનમાં 5 શુક્રવાર અને શનિવાર રહેશે. આ મહિનામાં સમગ્ર દુનિયામાં ઉથલપાથલ અને ખુબ ખરાબી ચાલુ રહેશે. ખાદ્ય પદાર્થોની કિંમતો વધશે. 

જુલાઈ 2024
જુલાઈમાં 5 રવિવાર રહેશે. આ મહિનામાં દુનિયાના કોઈ પણ દેશમાં ભયાનક યુદ્ધ છેડાઈ શકે છે. 

ઓગસ્ટ 2024
ઓગસ્ટ મહિનામાં 5 સોમવાર સમસપ્તક યોગ બનશે. આ ઉપરાંત બકરીદશામાં બુધ, શુક્ર અને શનિ રહેશે. આ સ્થિતિઓમાં કુદરતી આફતો આવી શકે છે. 

સપ્ટેમ્બર 2024
સપ્ટેમ્બરમાં અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

ઓક્ટોબર 2024
ઓક્ટોબર મહિનામાં દુનિયા એક પછી એક કુદરતી આફતોથી તબાહ થઈ શકે છે. 

નવેમ્બર 2024
નવેમ્બરમાં દુનિયાના અનેક દેશોમાં વિવિધ સમસ્યાઓ અને વિરોધ વધશે. એટલે સુધી કે રમખાણો કે વિસ્ફોટ જેવી ભયાનક સ્થિતિ પણ પેદા થઈ શકે છે. 

ડિસેમ્બર 2024
ડિસેમ્બરમાં 5 શનિવાર અને 5 રવિવાર હશે. પરિણામ સ્વરૂપે મહામારી અને મૃત્યુનું જોખમ વધી શકે છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news