બજેટ સત્ર અગાઉ PM મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ અગાઉ શનિવારે અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરીને રોજગારી, કૃષિ, શિક્ષણ, અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રમુખ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો.

બજેટ સત્ર અગાઉ PM મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ અગાઉ શનિવારે અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરીને રોજગારી, કૃષિ, શિક્ષણ, અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રમુખ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો. મોદીએ 40થી વધુ અર્થશાસ્ત્રીઓ અને અન્ય વિશેષજ્ઞો સાથે પાંચ ખાસ મુદ્દાઓ પર વાત કરી જેમાં રોજગારી, કૃષિ, જળ સંસાધન, નિકાસ, શિક્ષણ અને સ્વાસ્થ્ય સહિત પ્રમુખ આર્થિક વિષયો સામેલ હતાં. 

'ઈકોનોમિક પોલીસી-ધ રોડ અહેડ' વાતચીતનો કાર્યક્રમ
વાતચીતનો આ કાર્યક્રમ ઈકોનોમિક પોલીસી ધ રોડ અહેડ વિષય પર આધારિત હતો અને તેનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમન પાંચ જુલાઈના રોજ મોદીના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજુ કરશે. 

વડાપ્રધાન કાર્યાલય તરફથી બહાર પડેલા એક નિવેદન મુજબ વડાપ્રધાને અર્થશાસ્ત્રીઓને અર્થવ્યવસ્થાના વિવિધ પહેલુઓ પર તેમના સૂચનો અને ટિપ્પણીઓ બદલ આભાર વ્યક્ત કર્યો. બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અને રાવ ઈન્દ્રજીત સિંહ પણ સામેલ હતાં. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમાર અને સરકાર તથા નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓ પણ  બેઠકમાં હાજર હતાં. 

જુઓ LIVE TV

સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકનું આયોજન રોજગાર, કૃષિ અને જળ સંસાધન, નિકાસ, શિક્ષણ તથા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં મહત્વના વિચારો પર વિચાર વિમર્શ કરવા માટે કરાયું હતું. 

કૃષિ સંકટ અને બેરોજગારીની સમસ્યા પર થઈ ચર્ચા
આ બેઠકને ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે. કારણ કે ભારત આર્થિક સુસ્તીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. જ્યારે ઔદ્યોગિક અને વિનિર્માણના ક્ષેત્રના ઉત્પાદનના આંકડા ઘટ્યા છે તથા ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ વેચાણમાં ઘટાડો  થયો છે. કૃષિ સંકટ અને બેરોજગારીની સમસ્યા અલગ પડકાર બનેલા છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે આ વખતે બજેટમાં નીતિગત પહેલ દ્વારા સરકાર આ પડકારોનો ઉકેલ લાવી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news