રાફેલ મુદ્દે સંરક્ષણમંત્રી માત્ર અને માત્ર ખોટુ બોલ્યા છે: રાહુલની ઉતરતી કક્ષાની રાજનીતિ

દેશનાં ચોકીદાર લોકસભામાં આવવાથી ગભરાઇ રહ્યા છે, સવાલોનાં જવાબ આપતા પણ ગભરાઇ રહ્યા છે

રાફેલ મુદ્દે સંરક્ષણમંત્રી માત્ર અને માત્ર ખોટુ બોલ્યા છે: રાહુલની ઉતરતી કક્ષાની રાજનીતિ

નવી દિલ્હી : રાફેલ ડીલ મુદ્દે સરકાર અને વિપક્ષની વચ્ચે સતત ચાલી રહેલો વિવાદ શાંત થતો નથી દેખાઇ રહ્યો. HAL વિવાદ અંગે લોકસભામાં સંરક્ષણ મંત્રીએ રાહુલનો જવાબ આપતા કહ્યું કે, સરકારે HAL 1 લાખ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો. બીજી તરફ રાજ્યસભામાં ચર્ચાઓ મુદ્દે અપાયેલી નોટિસ પર ચાલી રહેલા હોબાળા બાદ સદનને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભામાં આજે 3 ત્રિપલ તલાક બિલ રજુ કરવામાં આવવાનું છે. 
- દેશનાં ચોકીદાર લોકસભામાં આવતા ગભરાઇ રહ્યા છે, સવાલોનો જવાબ આપતા ગભરાઇ રહ્યા છે- રાહુલ ગાંધી
- આખરે કારણ શું છે કે રાફેલ વિમાનોને 126નાં બદલે 36 કરી દેવામાં આવ્યા ? કયા આધારે અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા
- નરેન્દ્ર મોદીજીની સાથે મને 15 મિનિટ સીધી ચર્ચા આપો, બધુ જ સ્પષ્ટ થઇ જશે રાફેલ મુદ્દે
- નિર્મલા સીતારમણે મારા સવાલોનો જવાબ નહોતો આપ્યો, તેઓ જણાવે કે ડિફેન્સ મિનિસ્ટ્રીનાં અધિકારીઓએ ડીલના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા કે નહી હાં કે નામાં બોલો
- રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધતા કહ્યું કે, HALને બજેટ આપવાનાં મુદ્દે સંરક્ષણ મંત્રીએ લોકસભામાં અસત્ય નિવેદન આપ્યું. HAL માત્ર 26 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા. 
- દેશને રાફેલ વિમાનની જરૂર છે. આ ડીલમાં વાદા પહોંચાડીને રાહુલ ગાંધી દેશની સુરક્ષા સાથે રમત કરી રહ્યા છે- રવિશંકર પ્રસાદ
- રાહુલ ગાંધીએ ટ્વીટનાં જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે, મીડિયા બ્રીફિંગ રાહુલ ગાંધીની ઉપર ફોરેસ લોબી દ્વારા દબાવ કરવામાં આવી રહ્યો છે. ક્રિશ્ચિયન મિશેલની ધરપકડ થયા બાદ રાહુલ પર દબાણ વધી રહ્યું છે. 

— ANI (@ANI) January 7, 2019

- સીબીઆઇનાં દુરૂપયોગ અંગે રાફેલ મુદ્દે જેપીસીની માંગ મુદ્દે સદનમાં ચાલી રહેલા હોબાળો અને નારાબાજી વચ્ચે સદનની કાર્યવાહીને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. 
- મને HAL તરપથી તેવાતની પૃષ્ટી મળી છે કે 2014-18 દરમિયાન 26,570.80 કરોડ રૂપિયાનાં કોન્ટ્રાક્ટ પહેલા જ HALએ સાઇન કરી લીધા છે. 73 હજાર કરોડ રૂપિયાનાં મુલ્યનાં ઓર્ડર હાલ પાઇપલાઇનમાં છે. લોકસભામાં નિર્મલા સીતારમણનું નિવેદન
- HALને 1 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ સોદા પર સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, 73 હજાર કરોડ રૂપિયાનાં ઓર્ડર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news