Good News! સસ્તી બની મુસાફરી...રેલવેના લઘુત્તમ ભાડામાં ધરખમ ઘટાડો, દેશના કરોડો મુસાફરોને મોટી રાહત 

Railway Board: સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ ખુશખબર રોજના 2 કરોડ રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે છે. રેલ્વે બોર્ડ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો મહત્તમ લાભ તે મુસાફરોને મળશે જેઓ દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. અત્યાર સુધી આવા મુસાફરોને મુસાફરી માટે 30 રૂપિયા ચૂકવવા પડતા હતા.

Good News! સસ્તી બની મુસાફરી...રેલવેના લઘુત્તમ ભાડામાં ધરખમ ઘટાડો, દેશના કરોડો મુસાફરોને મોટી રાહત 

Railway Minimum Fare: ટ્રેન દ્વારા રોજનું અપડાઉન કરતા મુસાફરો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે.  દેશનું રેલ્વે મંત્રાલય મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરી રહ્યું છે, તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી ફેરફારો કર્યા છે. જેના કારણે મુસાફરોને ઘણી નવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. હવે રેલ્વે બોર્ડે રેલ ભાડામાં ઘટાડો કરીને રોજિંદા મુસાફરોને મોટી રાહત આપી છે. 

રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે લઘુત્તમ ટ્રેનનું ભાડું એક તૃતિયાંશ કરી દીધું છે. છેલ્લા ત્રણ વર્ષમાં લઘુત્તમ ભાડું 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું. પરંતુ હવે બોર્ડે તેને ફરી 10 રૂપિયા કરી દીધું છે. લઘુત્તમ ભાડામાં વધારાને કારણે મુસાફરોને એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે 30 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે. 

રેલવેના આવકમાં બખ્ખાં
રેલવે મંત્રાલયે કહ્યું કે એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023 વચ્ચે ટિકિટ વેચીને 54,733 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. એક વર્ષ પહેલા આ સમયગાળા દરમિયાન રેલવેએ ટિકિટ વેચીને રૂ. 31,634 કરોડની કમાણી કરી હતી.1 એપ્રિલ, 2022થી 31 જાન્યુઆરી, 2023 સુધીમાં, રેલ્વે દ્વારા અનરિઝર્વ્ડ ક્વોટા દ્વારા બુક કરાયેલા મુસાફરોની સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.98 અબજથી 128 ટકા વધીને 4.52 અબજ થઈ છે.  મંત્રાલયે કહ્યું કે આ નાણાકીય વર્ષમાં રેલવેની આવકમાં 73 ટકાનો વધારો થયો છે. રિઝર્વેશન ક્વોટાથી રેલવેની આવક 48 ટકા વધીને રૂ. 42,945 કરોડ થઈ હતી, જ્યારે નાણાકીય વર્ષ 22માં આ આંકડો રૂ. 29,079 કરોડ હતો.

કોરોના પહેલાંનું ભાડું હવે લાગું
રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી દિલ્હી-એનસીઆર સહિત દેશના લાખો દૈનિક મુસાફરોને ફાયદો થશે. ગુજરાતમાં પણ રોજનો અપડાઉનનો વર્ગ મોટો છે. જેઓ મુસાફરી માટે ટ્રેનનો જ ઉપયોગ કરે છે. ટ્રેન સસ્તી પડવાની સાથે ઓછા સમયમાં પહોંચાડતી હોવાથી ટ્રેન એ લોકોની મનપસંદ મુસાફરીનું માધ્યમ છે. વર્ષ 2020માં કોરોના રોગચાળા પહેલાં ટ્રેનનું ન્યૂનતમ ભાડું 10 રૂપિયા હતું. પરંતુ કોરોના પછી, જ્યારે ટ્રેનોનું સંચાલન શરૂ થયું, ત્યારે તે વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું. ભાડામાં વધારાને કારણે મુસાફરોએ પહેલાં કરતા ત્રણ ગણી રકમ ચૂકવવી પડી હતી. સરકારે એ સમયે રેલવેમાં લોકો ઓછી મુસાફરી કરે એ માટે ભાડામાં ત્રણ ગણો વધારો કરી દેવાયો હતો. હવે એ ભાડામાં ઘટાડો કરાયો છે. 

મુસાફરો પાસેથી લઘુત્તમ ભાડું 10 રૂપિયા વસૂલવામાં આવશે
કોરોના પછી, રેલવે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેનોને મેલ અને એક્સપ્રેસ ટ્રેનો તરીકે વર્ણવવામાં આવી હતી. આવી ટ્રેનોનું લઘુત્તમ ભાડું 30 રૂપિયા છે. આ સમયે લોકલ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. પેસેન્જર સંગઠનોએ અનેક વખત રેલવે બોર્ડ પાસે વધેલા ભાડા ઘટાડવાની માંગ કરી હતી. હવે રેલવે બોર્ડે પોતાના આદેશમાં કહ્યું છે કે મુસાફરો પાસેથી લઘુત્તમ ભાડું 10 રૂપિયા વસૂલવામાં આવશે. સ્થાનિક ટિકિટ બુકિંગ એપ, સોફ્ટવેર અને UTS એપમાં ઘટાડા ભાડા સંબંધિત માહિતી પણ અપડેટ કરવામાં આવી છે. પરંતુ હવે લોકલ ટ્રેનોનું સંચાલન ફરી શરૂ થયા બાદ લઘુત્તમ ભાડું 10 રૂપિયા કરવામાં આવ્યું છે. આ નિર્ણયના અમલીકરણ બાદ દેશના લાખો દૈનિક પ્રવાસીઓને ફાયદો થશે. રેલવેનો આ નિર્ણય રોજ અપડાઉન કરતાં મુસાફરો માટે સૌથી મોટો નિર્ણય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news