10 ટકા અનામત અંતર્ગત સવર્ણોને રેલેવની ઓફર, 2 વર્ષમાં મળશે 23 હજાર JOBS

ભારતીય રેલવેમાં 15,06,598 કર્મચારીઓની જગ્યા છે. તેમાંથી 12,23,622 કર્મચારીઓ વર્તમાનમા કાર્યરત છે. બાકી 2,82,976 પદ ખાલી છે. રેલ મંત્રી પીયૂષ ગોયલે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રેલવેમાં 1,51,548 પદ માટે ભરતી ચાલી રહી છે, તેનાથી 1,31,428 પદ હજુ પણ ખાલી રહેશે.

10 ટકા અનામત અંતર્ગત સવર્ણોને રેલેવની ઓફર, 2 વર્ષમાં મળશે 23 હજાર JOBS

નવી દિલ્હી: રેલવે મંત્રી પીયૂષ ગોયલે બુધવારે કહ્યું કે, રેલવે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબાળા શ્રેણીના ઉમેદવારોને 10 ટકા આરક્ષણ આપનાર પહેલો સરકારી વિભાગ બનાવાની તૈયારી કરી છે અને આગામી બે વર્ષમાં લગભગ 23 હજાર નોકરીઓ આપશે.

ગોયલે કહ્યું કે રેલવે આગામી છ મહિનામાં લગભગ 1.31 લાખ કર્મચારીઓની ભરતી કરશે અને આગામી બે વર્ષમાં લગભગ વધુ 1 લાખ કર્મચારીઓની ભરતી કરશે. ભારતીય રેલવેમાં 15,06,598 કર્મચારીઓની જગ્યા છે. તેમાંથી 12,23,622 કર્મચારીઓ વર્તમાનમા કાર્યરત છે. બાકી 2,82,976 પદ ખાલી છે. રેલ મંત્રી પીયૂષ ગોયલે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રેલવેમાં 1,51,548 પદ માટે ભરતી ચાલી રહી છે, તેનાથી 1,31,428 પદ હજુ પણ ખાલી રહેશે.

તેમણે કહ્યું કે લગભગ 53,000 રેલવે કર્મચારી 2019-2020માં અને 46000 કર્મચારી 2020-2021 માં સેવાનિવૃત્ત થશે. તેના કારણે લગભગ 1 લાખ લોકો માટે જગ્યાઓ ઉભી થશે. ગોયલે કહ્યું કે રેલવેની યોજના આગામી બે વર્ષમાં 4 લાખ નોકરીઓ આપાશે.

તેમણે કહ્યું કે, અમે અગાઉથી આયોજન કર્યું છે જેથી રેલવેમાં હવે કોઇ પણ પદ ખાલી રહેશે નહીં. જ્યારે પણ સેવાનિવૃત્તિ થશે, જગ્યા ભરવામાં આવશે. આ ઉપરાંત રેલવે નવા સંશોધન અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત આપનાર પહેલો સરકારી વિભા બન જશે, જેમાં આગામી બે વર્ષોમાં તેમના માટે 23 હજાર નોકરીઓ આરક્ષિત કરવામાં આવશે. તેનાથી વર્તમાન સમયમાં અન્ય વર્ગો જેવા કે અનુસૂચિત જાતિ, અનુસૂચિક જનજાતી, અન્ય નબળા વર્ગ અને અન્ય માટે અનામત પ્રભાવિત થશે.

ભરતીઓ બે ચરણમાં કરવામાં આવશે. 1,31,325 પદ મટે વર્તમાન ભરતીનું પહેલું ચરણ ફેબ્રુઆરી-માર્ચ 2019માં શરૂ કરવામાં આવશે. સરકારી આરક્ષણ નીતિ અંતર્ગત (આ ચરણમાં) લગભગ 19715, 9857 અને 35485 પદ ક્રમશ: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતી અને અન્ય નબળા વર્ગ માટે આરક્ષિત હશે.

રેલ મંત્રીએ કહ્યું કે આ ચરણ એપ્રિલ-મે 2020 સુધી પૂર થઇ જશે. લગભગ 99000 કર્મચારઓની ભરતીના બીજા ચરણ તેવાનિવૃત્તિથી ખાલી પદો માટે શરૂ કરવામાં આવશે. રેલવેએ કહ્યું કે અનામત નીતિ અંતર્ગત લગભગ 15000, 7500, 27000 અને 10000 પદ (બીજા ચરણમાં) અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતી, અન્ય નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે આરક્ષિત રહેશે.
(ઇનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news