રાજકારણ! વસુંધરાને 'ટ્રબલશૂટર' ગણાવી ગેહલોતે એક કાંકરે અનેક પક્ષી માર્યા, ભાજપ પણ ટેન્શનમાં

Rajasthan Former CM Vasundhara Raje: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચેકમેટની રમત શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ત્રણ વર્ષ જૂની બાબતને ઉઠાવીને એવી રાજકીય ચાલ રમ્યા છે જેના કારણે એક તરફ સચિન પાયલટ લોહીલુહાણ થઈ ગયા છે અને વસુંધરા રાજેને પણ રાજકીય ઘા આપ્યા છે.

રાજકારણ! વસુંધરાને 'ટ્રબલશૂટર' ગણાવી ગેહલોતે એક કાંકરે અનેક પક્ષી માર્યા, ભાજપ પણ ટેન્શનમાં

Rajasthan CM Ashok Gehlot: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉઠ બેઠક પણ વધી ગઈ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે ત્રણ વર્ષ જુનો મામલો ઉઠાવીને આવો જ એક દાવ ખેલ્યો છે. ગેહલોતે ધૌલપુરમાં કહ્યું કે 2020માં સચિન પાયલટના બળવા દરમિયાન તેમની સરકારને વસુંધરા રાજે, કૈલાશ મેઘવાલ અને શોભરાણી કુશવાહાએ બચાવી હતી. સવાલ એ થાય છે કે શું ગેહલોતે સચિન પાયલોટને ઘેરવાના ચક્કરમાં વસુધરારાજે અને ભાજપના નેતાઓને સંકટ મોચક ગણાવીને એક કાંકરે અનેક પક્ષીઓ મારી રહ્યાં છે?

ધોલપુરમાં એક જાહેર સભામાં સીએમ ગેહલોતે કહ્યું કે જે ધારાસભ્યોએ 2020ના રાજકીય સંકટ સમયે અમિત શાહ પાસેથી પૈસા લીધા હતા. તેમણે તે પૈસા પરત કરવા જોઈએ. ગેહલોતે અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન અને ગજેન્દ્ર સિંહ શેખાવત પર તેમની સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. પરતું પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપના નેતાઓ કૈલાશ મેઘવાલ અને શોભરાણી કુશવાહાએ કટોકટી દરમિયાન સરકાર બચાવવામાં મદદ કરી હોવાનો પણ દાવો કર્યો હતો.

Railway TTE Salary: જાણો રેલવેમાં TTEને કેટલી મળે છે સેલરી, જાણો TTE ને બનવા માટે શું હોય છે પ્રોસેસ
સેલ્ફીના શોખીનો સાચવજો! ભારતમાં એવા 4 સ્થળો પણ છે જ્યાં ફોટોગ્રાફ લેવા માટે ભરવો પડે છે દંડ
1.12 લાખ સેલેરી વાળી જોઈએ છે નોકરી તો સીઆરપીએફમાં ભરો આવેદન
CBSEનું ધોરણ 10નું રિઝલ્ટ આ વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવશે, ચેક કરી લેજો
એક વેબસાઈટથી થઈ જશે 13,000થી વધુ કામ, કોઈ ઓફિસના ધક્કા ખાવાની નથી જરૂર 

તેમણે કહ્યું કે ત્રણ વર્ષ પહેલા જે પૈસા કોંગ્રેસના ધારાસભ્યોને વહેંચવામાં આવ્યા હતા તે હવે ભાજપ પાછા નથી લઈ રહી. હું ચિંતિત છું કે પૈસા પાછા કેમ નથી લેવામાં આવતા જ્યારે હું કહી રહ્યો છું કે ધારાસભ્યોએ ખર્ચેલા પૈસાનો તે ભાગ હું આપીશ, કોંગ્રેસ પાર્ટી પાસેથી મેળવીશ. તેમના પૈસા રાખશો નહીં, જો તમે પૈસા તમારી પાસે રાખશો તો અમિત શાહ હંમેશા તમારા પર દબાણ કરશે, તેઓ ગૃહમંત્રી પણ છે તેઓ ધમકી આપશે, ડરાવી દેશે, જેમ તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધમકી આપી છે. તેમણે શિવસેનાને બે ટુકડામાં વહેંચી દીધી.

અશોક ગેહલોતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સચિન પાયલટે રાજસ્થાનની રાજનીતિમાં ભ્રષ્ટાચારના મુદ્દે મોરચો ખોલ્યો છે. દરેક રેલીમાં પાયલોટ સીએમ અશોક ગેહલોત પર ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર સામે પગલાં ન લેવાનો આરોપ લગાવીને નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. આ ઉપરાંત વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ રાજકીય તાણાવાણા વણી રહી છે અને વસુંધરા રાજે ફરી એકવાર ભાજપ વતી મુખ્યમંત્રી પદનો ચહેરો બનવાની કવાયતમાં લાગી ગયા છે.

પાયલોટને સીધા ટાર્ગેટ કર્યા
હાલ તો એ કહેવું મુશ્કેલ છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના આરોપોમાં કેટલી સત્યતા છે, પરંતુ જે આત્મવિશ્વાસથી ગેહલોતે આ આરોપો લગાવ્યા છે તે જોતાં સચિન પાયલટની બાજી ઉંધી  વળશે. વસુંધરા રાજેની આગેવાની હેઠળની અગાઉની ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન કથિત ભ્રષ્ટાચારના કેસોની તપાસની માંગણી પર સચિન પાયલટ મક્કમ રહ્યાના એક દિવસ બાદ રાજસ્થાનના મુખ્યમંત્રીની ટિપ્પણી આવી છે. બળવાખોર ધારાસભ્યોના પૈસા પરત કરવાની વાત કરીને ગેહલોતે સચિન પાયલોટને ભીંસમાં મૂક્યા છે, કારણ કે તમામ ધારાસભ્યો તેમના વફાદાર હતા અને તેમના કહેવા પર હરિયાણા અને દિલ્હીના માનેસરમાં એક મહિનાથી વધુ સમય માટે ધામા નાખ્યા હતા.

વસુંધરાનો ઉલ્લેખ કરીને ગેહલોતે દાવ લગાવ્યો 
રાજસ્થાનમાં ગેહલોત અને વસુંધરા રાજે ભલે રાજકીય હરીફ હોય, પરંતુ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે આ રાજકીય દુશ્મનાવટ હોવા છતાં, બંને હંમેશા એકબીજાને મદદરૂપ રહ્યા છે. સીએમ ગેહલોતે વસુંધરા રાજે, કૈલાશ મેઘવાલ અને શોભરાણી કુશવાહાને સંકટમોચક ગણાવીને ભાજપમાં આ નેતાઓ પર શંકા પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વસુંધરા રાજેનું નામ એવા સમયે લીધું છે જ્યારે તેઓ 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મુખ્યપ્રધાન ચહેરો બનવાનો પ્રયાસ કરી રહી છે.

આ જ કારણ છે કે વસુંધરાએ તરત જ ગેહલોતના આરોપો પર તીખી પ્રતિક્રિયા આપી હતી. વસુંધરાએ ગેહલોતના દાવાઓને 'અપમાન' અને 'ષડયંત્ર' ગણાવ્યા. વસુંધરાએ તેમને પડકાર ફેંક્યો કે અશોક ગેહલોત આ મામલે એફઆઈઆર કેમ નોંધતા નથી. જો તેમની પાસે પુરાવા છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ લાંચ લીધી હતી તો તેમણે એફઆઈઆર દાખલ કરવી જોઈએ.
 
વાસ્તવમાં અશોક ગેહલોત આ વાત સારી રીતે જાણે છે કે રાજસ્થાનની રાજનીતિમાં વસુંધરા રાજે ભાજપનો સૌથી મજબૂત ચહેરો છે અને જો ભાજપ તેમને આગળ કરીને ચૂંટણી મેદાનમાં ઉતરે છે તો તેમના માટે રાજકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ગેહલોતનું નિવેદન ભાજપની આંતરિક રાજનીતિને અસર કરી શકે છે. આનાથી સીએમ ઉમેદવારના પદ પર વસુંધરાના દાવા પર પણ અસર પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news