વોટ બેંકનું રાજકારણ રમનારાઓને કોઈ પણ ખૂણામાં ઘૂસવા ન દો: પીએમ મોદી

પીએમ મોદીએ અજમેરમાં એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનના લોકોએ ઉજ્વળ ભવિષ્યની હસ્તરેખા લખી છે.

વોટ બેંકનું રાજકારણ રમનારાઓને કોઈ પણ ખૂણામાં ઘૂસવા ન દો: પીએમ મોદી

નવી દિલ્હી/જયપુર: ચૂંટણી પંચ દ્વરા રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરી દેવાઈ. રાજસ્થાનમાં એક જ તબક્કામાં 7 ડિસેમ્બરના રોજ મતદાન થશે. મતગણતરી 11 ડિસેમ્બરે હાથ ધરાશે. રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ બાજુ પીએમ મોદીએ અજમેરમાં એક જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનના લોકોએ ઉજ્વળ ભવિષ્યની હસ્તરેખા લખી છે. તેમણે કહ્યું કે દેશ અને દુનિયા માટે ભલે હું વડાપ્રધાન છું પરંતુ ભાજપ માટે એક કાર્યકર્તા છું. પાર્ટી મને જ્યારે પણ જ્યાં પણ જવાનું કહેશે, ભલે તે બૂથ મિટિંગ જ કેમ ન હોય, તમારો આ કાર્યકર્તા તૈયાર છે. 

પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો...

  • હું એ જ નરેન્દ્ર મોદી છું જે ક્યારેક આપણા સૈનીજી સાથે સ્કૂટર પર બેસીને સંગઠનનું કામ કર્યા કરતો હતો.
  • કાર્યકર્તાના નાતે પાર્ટી જ્યારે પણ જે પણ જવાબદારી મને આપી છે, મન લગાવીને હું તેને પૂરો કરવાનો પ્રયત્ન કરું છું.
  • આપણા ત્યાં એક પરંપરા છે છે કે જ્યારે પણ કોઈ મુસાફરી કરીને આવે છે ત્યારે સંબંધીઓ અને જાણતા ઓળખનારા લોકો તેમનું સ્વાગત કરવા માટે પહોંચે છે.
  • મને મહિલાઓના સ્વાગતનું પણ સૌભાગ્ય મળ્યું છે.
  • ભાજપ ક્યારેય મોઢું છૂપાડતો નથી, કારણ કે તે ખોટુ બોલવાનું રાજકારણ રમતો નથી.
  • વોટબેંકનું રાજકારણ આખી વ્યવસ્થાને બરબાદ કરે છે. 
  • વોટબેંકના રાજકારણ ફક્તે ચૂંટણી પૂરતું સિમિત રહેતું નથી.
  • ઓફિસરોને પણ વોટબેંકના આધારે વહેંચી દેવાય છે. 
  • વોટબેંકનું રાજકારણ રમનારા લોકોને કોઈ પણ ખૂણામાં ન ઘૂસવા દો.
  • આપણે જોડનારા છીએ, કોઈ પાછળ ન રહી જાય તે અમને મંજૂર નથી. 
  • કોંગ્રેસને એક જ પરિવારની આરતી ઉતારો, રાજકારણ રમો તે ગમે છે.
  • અમારા લોકોની હાઈકમાન રાજસ્થાનની જનતા છે તો તેમની (કોંગ્રેસ)ની હાઈકમાન એક પરિવાર છે.
  • પરિવારની પરિક્રમા કરનારા લોકો રાજસ્થાનની જનતાનું શું ભલું કરશે.
  • વોટબેંકનું રાજકારણ રમનારા વિકાસ કાર્યોમાં અડિંગો જમાવે છે. 
  • કોંગ્રેસે બજેટ બનાવવામાં પણ મોટા મોટા ખેલ કર્યાં.
  • તેઓ મહેનત કરતા નથી અને આથી તેમને જૂઠ્ઠાણાનો સહારો લેવો પડે છે.
  • વિકાસ કાર્યો પર ચર્ચા કરવાના નામ પર તેઓ ભાગી જાય છે.
  • ઓછા સમયમાં વસુંધરાજીએ જે ઉપલબ્ધિઓ હાંસલ કરી તેને સાંભળ્યા બાદ જો હું રાજસ્થાનનો મતદાર હોત તો સૌથી પહેલા એ કામ કરત કે ફરીથી ભાજપને મત આપીને તેને સત્તામાં લાવત.
  • અમે સત્તામાં આવતા જ દેશના દરેક ગામમાં વીજળી પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું.
  • ભારત સરકારના આ કામને વસુંધરાજીએ આખા રાજ્યમાં પૂરું કર્યું. 
  • જ્યાં વીજળી પહોંચી નથી રાજ્સ્થાન સરકાર ત્યાં વીજળી પહોંચાડવામાં લાગી છે.
  • કોંગ્રેસ પાર્ટીને શું થઈ ગયું છે? શું રાજકારણને તમે આટલું નીચે ધકેલી દીધુ છે?
  • વીર જવાનોના પરાક્રમ પર્વ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં.
  • અમે ઉત્પાદન ખર્ચના દોઢ ગણુ મૂલ્ય ખેડૂતોને આપવાનું વચન આપ્યું હતું તે પૂરું કર્યું. 

અજમેર વિશે વસુંધરાએ મોદીને ગેરમાર્ગે દોર્યા: પાયલોટ
પ્રદેશ કોંગ્રેસે વડાપ્રધાન નરેંદ્ર મોદીની શનિવારે અજમેરમાં જનસભાના આયોજન પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને વડાપ્રધાનમંત્રીને ચૂંટણી ટાણે જ અજમેર યાદ આવે છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે મુખ્યમંત્રી વસુંધરા રાજેએ અજમેરના વિકાસને લઇને જરૂર મોદીને ગેરમાર્ગે દોર્યા હશે. સચિન પાયલોટે કહ્યું કે ''મોદી અજમેર આવી રહ્યા છે. તેમનું સ્વાગત છે. તે પાંચ વર્ષ પહેલાં પણ અજમેર આવ્યા હતા...વોટ માંગવા માટે. ત્યાર બાદ અજમેરની શું સ્થિતિ થઇ?''

સચિન પાયલોટે કહ્યું કે ''અજમેરને ફક્ત ચૂંટણી ટાળે યાદ કરવું યોગ્ય નથી. પાંચ વર્ષ સીએમથી માંડીને પીએમ સુધી તમારી જ પાર્ટીના રહ્યા. બધી સરકાર તમારી હતી, તો સ્માર્ટ સિટી, રેલવે, માળખાકિય સુવિધાઓ અને યુનિવર્સિટીઓની શું સ્થિતિ છે...બધુ ખબર પડશે તેમને.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news