રાજધાની એક્સપ્રેસના 4 કોચમાં આગ લાગી, દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઇ રહી હતી ટ્રેન

રાજધાની એક્સપ્રેસમાં ગ્લાલિયરમાં આગ લાગી છે. આગની ચપેટમાં ચાર ડબ્બા આવી ગયા છે. આગ લાગવાના લીધે યાત્રીઓમાં હડકંપ મચી ગયો છે. ગ્વાલિયરના બધા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર થઇ ગયા છે. આ ઉપરાંત ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી ગઇ છે. 

રાજધાની એક્સપ્રેસના 4 કોચમાં આગ લાગી, દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઇ રહી હતી ટ્રેન

ગ્વાલિયર: રાજધાની એક્સપ્રેસમાં ગ્લાલિયરમાં આગ લાગી છે. આગની ચપેટમાં ચાર ડબ્બા આવી ગયા છે. આગ લાગવાના લીધે યાત્રીઓમાં હડકંપ મચી ગયો છે. ગ્વાલિયરના બધા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર થઇ ગયા છે. આ ઉપરાંત ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી ગઇ છે. ટ્રેનમાં સવારી યાત્રીઓને ઉતારી દેવામાં આવ્યા છે. આ ટ્રેન દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઇ રહી હતી. બિરલા નગર વિસ્તાર નજીક આ ઘટના સર્જાઇ હતી. 

આગની સૂચના મળતાં ફાયર બ્રિગેડની 15 વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એપી એક્સપ્રેસ હજરત નિજામુદ્દીન સ્ટેશન દિલ્હીથી વિશાખાપટ્ટનમ વચ્ચે દોડે છે. ટ્રેન વાયા ભોપાલથી વિશાખાપટ્ટનમ જાય છે. 

— ZEE HINDUSTAN (@Zee_Hindustan) May 21, 2018

રેલવે અધિકારીઓના અનુસાર આગ શોર્ટ સર્કિટના લીધે લાગી છે. મુસાફરોનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટનામાં બે કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયા છે. બીજી તરફ દિલ્હીથી આવનારી ટ્રેનો તેનાથી પ્રભાવિત થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ બી-6 અને બી-7 કોચમાં આગ લાગી છે. ત્યારબાદ વધુ એક કોચ આગની ચપેટમાં આવી ગયો. જે ડબ્બામાં આગ લાગી હતી તેને કાપીને અલગ કરી દેવામાં આવ્યો છે. 
 

— ANI (@ANI) May 21, 2018

એમપણ કહેવામાં આવી રહ્યું છે કે જે કોચમાં આગ લાગી તેમાં 37 ડેપ્યુટી કલેક્ટર સવાર હતા, જે ટ્રેનિંગ કરીને પરત ફરી રહ્યા હતા. ઘટના ગ્લાલિયરથી ફક્ત પાંચ કિમી દૂઓર બિડલાનગરમાં લગભગ 11 વાગે ટ્રેનમાં આગ લાગી હતી. જો હજુ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. 

ઘટના સમયે આંધ્ર એસી સુપરફાસ્ટ એક્સપ્રેસની સ્પીડ ખૂબ ઓછી હતી, જેના લીધે આગ વધુ ફેલાઇ ન હતી. અકસ્માતમાં 10થી 12 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ટ્રેનના ફાયર રેટેંડેટ કોચના લીધે ટ્રેનના કોચ પર અસર વર્તાઇ નહી. જાણકારી અનુસાર આ ઘટના 11:47 વાગે ટ્રેન નંબર 22416 ના બી-6 કોચમાં થઇ હતી. 

ઉત્તર રેલવેના જનસંપર્ક અધિકારી અમિત માલવીયએ જણાવ્યું કે 'ગ્વાલિયરમાં એપી એક્સપ્રેસમાં આગ લાગી છે. ટ્રેનના જે ભાગમાં આગ લાગી છે તેને અલગ કરી દેવામાં આવ્યો છે. આગળના ભાગને ગ્વાલિયર લઇ જવાયો અને પાછળના ભાગને રેલવે સ્ટેશન પર જ છોડી મુકવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારની જાનહાનિ સર્જાઇ નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news