રાજીવ કુમારે ચૂંટણી કમિશનને આપ્યો જવાબ, NYAY યોજના પર ઉઠાવ્યા સવાલ

લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) ને લઇને આચાર સંહિતા ઉલ્લંઘનના મામલે ચૂંટણી કમિશને નીતિ આયોગ (Niti Ayog)ના ઉપાધ્યક્ષ રાજીલ કુમારે ચૂંટણી કમિશનને જવાબ આપ્યો છે.

રાજીવ કુમારે ચૂંટણી કમિશનને આપ્યો જવાબ, NYAY યોજના પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) ને લઇને આચાર સંહિતા ઉલ્લંઘનના મામલે ચૂંટણી કમિશને નીતિ આયોગ (Niti Ayog)ના ઉપાધ્યક્ષ રાજીલ કુમારે ચૂંટણી કમિશનને જવાબ આપ્યો છે. રાજીવ કુમારે કહ્યું કે, આ ‘મારું નિવેદન મારો અંગત અભિપ્રાય છે અને તેનું નીતિ આયોગથી કોઇ લેવા દેવા નથી.’ નીતિ આયોગના ઉપાધ્યક્ષે કોંગ્રેસની ન્યાય યોજના પર ઉઠાવ્યા હતા સવાલ અને જાહેરાત કરી કહ્યું હતું કે, ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ કંઇપણ કરી શકે છે.

જણાવી દઇએ કે, રાજીવ કુમારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યોજના અંતર્ગત ગરીબોના ખાતામાં 72 હજાર રૂપિયા વર્ષના આપવાની જાહેરાત પર કહ્યું હતું કે, આવું કરવું આર્થિક રીતે સંભવ નથી. રાજીવ કુમારની ટિપ્પણીની નોંધ લેતા ચૂંટણી કમિશને તેમને નોટીસ મોકલી બે દિવસમાં જવાબ આપવા કહ્યું હતું.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે 25 માર્ચે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીની 5 કરોડ ગરીબ પરિવારોને ન્યૂનતમ આવક ગેરેંટી અંતર્ગત વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાના વચનથી રાજકોષીય અનુશાસન ધરાશાયી થઇ જશે અને આ યોજનાથી એક તરફ કામ ન કરનાર લોકોને પ્રોત્સાહન મળશે. રાજીવ કુમારે કહ્યું કે આ કોંગ્રેસનો જૂનો દાવ છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે કંઇપણ કહી અને કરી શકે છે.

કુમારે ટ્વિટ કરી લખ્યું, કોંગ્રેસનો જુનો રેકોર્ડ જોઇએ તો તેઓ ચૂંટણી જીતવા માટે ચાંદ લાવવા જેવા વાયદા કરતી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષએ જે યોજનાની જાહેરાત કરી છે તેનાથી રાજકોષીય અનુશાસન ખતમ થશે, કામ નહીં કરનારને એક પ્રોત્સાહન મળશે અને તે ક્યારે પણ અમલમાં આવશે નહીં.

રાહુલ ગાંધીએ સોમવાર (25 માર્ચ)ના કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો દેશના સર્વાધિક ગરબી 20 ટકા પરિવારોને 72-72 હજાર રૂપિયા વાર્ષિક ન્યૂનતમ આવક ઉપલબ્ધ કરવામાં આવશે. એક અન્ય ટ્વિટમાં રાજીવ કુમારે કહ્યું કે ન્યૂનતમ આવક ગેરેંટી યોજનાનો ખર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો 2 ટકા તથા બજેટના 13 ટકા થશે. તેનાથી લોકોની વાસ્તવિક જરૂરીયાત પૂર્ણ થઇ શકશે નહીં. કુમારે એ પણ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે 1971માં ગરીબી હટાઓના નારા લગાવ્યા, 2008માં વન રૈંક-વન પેન્શનનો વાયદો કર્યો, 2013માં ખાધ્ય સુરક્ષાની વાત કરી પરંતુ તેમાંથી કંઇપણ પૂર્ણ કરી શકી નહીં.

આ વચ્ચે, પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદ (પીએમઇએસી)એ પણ ટ્વિટર પર ગાંધીની ચૂંટણી પહેલાની જાહેરાતની આલોચના કરી છે. પરંતુ બાદમાં એક ટ્વિટર ઉપયોગકર્તાના તે કહવા પર કે તેઓ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, ટ્વિટને હટાવી દેવામાં આવી હતી. પીએમઇએસીએ ટ્વિટર પર લખ્યું હતું કે, આર્થિક વૃદ્ધિ, મુદ્રાસ્ફીતિ તથા રાજકોષીય અનુશાસનમાં યોગ્ય સંતુલન સ્થાપિત કરવાને લઇને છેલ્લા પાંચ વર્ષમાં ઘણા કાર્યો કરવામાં આવ્યા છે. પરિષદે કહ્યું કે, કોંગ્રેસની આવક ગેરેંટી યોજના આ સંતુલનને ખરાબ કરી શકે છે અથવા સરકારના મહત્વપૂર્ણ ખર્ચામાં ઘટાડો આવશે. બંને વિકલ્પ ખતરનાક છે.

ટ્વિટર ઉપયોગ કરનાર @સુમેધભાગવતે જ્યારે પીએમઇએસી સભ્યોથી કહ્યું કે, તેમની ટ્વિટ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે. પરિષદના ચેરમેન બિબેક દેબરોયએ ટ્વિટરથી સંદેશ હટાવી દીધો હતો. દેબરોયએ ટ્વિટ કર્યું, ‘ટ્વિટને હટાવી દેવામાં આવી છે. જણાવવા માટે આભાર.’ આગામી મહિનાથી યોજાનારા સમાન્ય ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન 11 એપ્રિલથી થશે. સાત તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં લગભગ 90 કરોડ લોકો વોટ આપવાને પાત્ર છે.
(ઇનપુટ એજન્સી ભાષાથી પણ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news