26/11ની વરસી પર રક્ષામંત્રીની પાકિસ્તાનને કડક ચેતવણી,, કહ્યું- સુધરી જાવ નહીતર....

રક્ષામંત્રી રાજનાથ સિંહે 26/11 હુમલાના 12 વર્ષ પુરા થવાના અવસર પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. રક્ષામંત્રીએ કહ્યું કે 'આમ તો 12 વર્ષ સુધીનો સમય લાંબો સમય હોય છે પરંતુ  26/11 ની ઘટનાને કોઇપણ સ્વાભિમાની દેશ ક્યારેય ભૂલી ન શકે.

26/11ની વરસી પર રક્ષામંત્રીની પાકિસ્તાનને કડક ચેતવણી,, કહ્યું- સુધરી જાવ નહીતર....

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે 26/11 હુમલાના 12 વર્ષ પુરા થવાના અવસર પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. રક્ષામંત્રીએ કહ્યું કે 'આમ તો 12 વર્ષ સુધીનો સમય લાંબો સમય હોય છે પરંતુ  26/11 ની ઘટનાને કોઇપણ સ્વાભિમાની દેશ ક્યારેય ભૂલી ન શકે. તે દિવસે આતંકવાદને ભારતની સંપ્રભુતાને પડકાર ફેંક્યો હતો અને મને એ વાતનો ગર્વ છે કે અમારા સુરક્ષાબળોને એકપણ આતંકવાદી જીવતો જવા ન દીધો.  

દેશમાં અશક્ય છે ફરીથી  26/11 જેવા હુમલાને અંજામ આપવું
તેમણે કહ્યું કે આજે દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા જે ફેરફાર થયા છે. તેનાથી તમામ દેશવાસીઓએ એ વિશ્વાસ જરૂર અપાવી શકીએ કે હવે ભારતે પોતાના આંતરિક અને બહારી સુરક્ષા ચક્રને એટલું મજબૂત કરી લીધું છે કે એક તરફ  26/11 ને હિંદુસ્તાનની ધરતી પર અંજામ આપવો હવે લગભગ અશક્ય છે. રક્ષામંત્રીએ કહ્યું કે થોડા દિવસો પહેલાં તમે બધાએ જોયું, સાંભળ્યું અને વાંચ્યું હશે કે સીમાપાર પરથી આતંકવાદીઓની એક ખેપ ભારતમાં ઘૂસી આવી હતી જે આ વખતે 26/11ને એક મોટી આતંકવાદી ઘટનાને અંદાજ આપવાના ઇરાદે આવ્યા હતા. જેમને આપણે દેશની સેના, પોલીસ અને સુરક્ષાબળોએ મળીને તે બધા આતંકવાદીઓને પોતાના ઇરાદાઓને અંજામ આપતાં પહેલાં મોતના ઘાટ ઉતારી પાકિસ્તાનની વધુ ભારત વિરોધી કાર્યવાહીને નિષ્ફળ બનાવી દીધી છે.

6 વર્ષોમાં આતંકવાદ પર આવ્યું મોટું પરિવર્તન
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જ્યારથી ભારત આઝાદ થયો છે ત્યારથી ભારત વિરોધી તાકાતોની આ સતત પ્રયત્ન કરે રહી છે અથવા તો સીમાઓના માર્ગે ધૂસણખોરી કરાવીને ભારતની અંદર અસ્થિરતાનો માહોલ બનાવી શકાય. આતંકવાદ વિરૂદ્ધ ગત 6 વર્ષોમાં મોટો ફેરફાર આવ્યો છે અને તે છે તેમના વિરૂદ્ધ ભારતને જવાબ આપીને પાઠ ભણાવવો. પહેલાં શું થતું હતું? આતંકવાદી હુમલા થતા હતા, સેના તથા સુરક્ષાબળોના જવાનો જવાબી કાર્યવાહી કરતા હતા. પુરાવા ઇશારા કરે છે કે પાકિસ્તાન સાથે આંકવાદીઓના તાર જોડાયેલા છે. 

આતંકવાદ વિરૂદ્ધ ભારતનું 360 ડિગ્રી પર Response Action
રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh)એ કહ્યું કે આતંકવાદ વિરૂદ્ધ ભારતનું Response Action, 360 ડિગ્રી પર થઇ રહ્યું છે. હવે ભારત દેશની સીમાઓની અંદર તો એક્શન લેવામાં આવે છે સાથે જ જરૂર પડે તો સીમા પાર જઇને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવાનું કામ સેનાના જવાન કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news