Rajya Sabha Elections: આલિશાન જિંદગી માણી રહ્યા છે 3 રાજ્યોના MLA! મોંઘીદાટ હોટલ-રિઝોર્ટમાં થઈ રહી છે 'મહેમાનગતિ'

Rajya Sabha Elections 2022: 10 જૂને રાજ્યસભા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા હાલ રિઝોર્ટ પોલિટિક્સ ખુબ ચર્ચામાં છે.

Rajya Sabha Elections: આલિશાન જિંદગી માણી રહ્યા છે 3 રાજ્યોના MLA! મોંઘીદાટ હોટલ-રિઝોર્ટમાં થઈ રહી છે 'મહેમાનગતિ'

Rajya Sabha Elections 2022: 10 જૂને રાજ્યસભા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા હાલ રિઝોર્ટ પોલિટિક્સ ખુબ ચર્ચામાં છે. ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં ચૂંટણીને લઈને માહોલ ગરમ છે કારણ કે કાંટાની ટક્કર છે. પોત પોતાના વિધાયકોને બચાવવા માટે પક્ષોમાં હોડ મચી છે. શિવસેના, કોંગ્રેસ અને ભાજપ જેવા પક્ષો પોતાના વિધાયકોને સુરક્ષિત કરવા માટે રિઝોર્ટ અને ફાઈવ સ્ટાર હોટલમાં રાખી રહ્યા છે જેથી કરીને તેઓ તેમના પડખે જ રહે. 

વિધાયકોની મહેમાનગતિમાં કોઈ કસર બાકી રખાતી નથી. તેમને એકથી એક ચડિયાતી સુવિધાઓ અપાઈ રહી છે. મોંઘીદાટ ગેમ, અને પૂલમાં સ્પ્લેશ....ખુબ રિઝોર્ટ પોલિટિક્સ થઈ રહ્યું છે. રાજ્સ્થાન કોંગ્રેસના વિધાયકો 2 જૂનથી ઉદયપુરના તાજ અરાવલી રિઝોર્ટ અને સ્પામાં રોકાયેલા છે. પાર્ટીના ધારાસભ્યો અહીં જ જન્મદિવસ મનાવે છે, ફિલ્મો જૂએ છે, અંતાક્ષરી રમે છે. 

રિઝોર્ટની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સૂરજેવાલા, પ્રમોદી તિવારી અને મુકુલ વાસનિક મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ સાથે મેજિક શોનો આનંદ લઈ રહ્યા છે. કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં કોંગ્રેસના વિધાયક સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણી રહ્યા છે. કેટલાક વિધાયકો સિંગર બનીને મ્યૂઝિકનો  પણ આનંદ લઈ રહ્યા છે તો કેટલાક સ્વિમિંગ પૂલમાં જોવા મળ્યા. 

હવે જો ભાજપની વાત કરીએ તો ભાજપે પોતાના ધારાસભ્યોને જયપુરની દેવી રત્ન હોટલમાં રોક્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસે ભાજપના સૂત્રોના હવાલે જણાવ્યું છે કે 6થી 9 જૂન વચ્ચે ધારાસભ્યો પાર્ટીની વિચારધારા, મિશન 2023 અને મોદી સરકારના 8 વર્ષ પર 12 સેશનને અટેન્ડ કરી રહ્યા છે. દરરોજ 6થી 9 વાગે રાજ્યસભામાં મતદાન કરવા અંગે ધારાસભ્યોને ટ્રેનિંગ પણ અપાઈ રહી છે. 

રાજસ્થાન ભાજપના અધ્ક્ષ સતીષ પુનિયા કોંગ્રેસ પર નિશાન સાધતા એમ પણ કહ્યું કે સમગ્ર રાજસ્થાન જોઈ રહ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યો શું કરે છે. પૂલમાં ચિલ કરવું, નાચવું, ગાવું, અને ખાવું. તેમની પાસે વીજળી સંકટનો તો કોઈ જવાબ નથી,લોકો પાણી માટે આમ તેમ ભાગી રહ્યા છે અને આ લોકો પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા છે. 

છત્તીસગઢમાં પણ એ હાલ છે. રાયપુરના મેફેયર લેક રિઝોર્ટની પણ તસવીરો સામે આવી છે. જ્યાં કોંગ્રેસે હરિયાણાના ધારાસભ્યોને રાખ્યા છે. વિધાયકો 2 જૂનના રોજ ચાર્ટર્ડ ફ્લાઈટથી દિલ્હીથી રાયપુરના રિઝોર્ટમાં પહોંચ્યા. તેઓ 10 જૂનના રોજ રાયપુરથી પાછા ચંડીગઢ જવા નીકળશે. જો કે પાર્ટી તેમને આટલા જલદી ઘરે મોકલશે નહીં. તેઓ એરપોર્ટથી હરિયાણા વિધાનસભા જશે. જ્યાં રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કરશે. એઆઈસીસી પર્યવેક્ષક રાજીવ શુક્લા, ભૂપેન્દર હૂડા અને કોંગ્રેસ ઉમેદવાર અજય માકન પણ વિધાયકો સાથે વાત કરવા અને એકજૂથતા સાધવા માટે રાયપુર પહોંચ્યા છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં મુજબ આ વિધાયકો તળાવ કિનારે સવાર સાંજ વોક કરે છે. 

મહારાષ્ટ્રમાં આ છે પરિસ્થિતિ
મહારાષ્ટ્રની વાત કરીએ તો મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ મંગળવારે ત્રણેય પક્ષોના ધારાસભ્યો સાથે બેઠક કરી. એક બાજુ જ્યાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના એમવીએ ગઠબંધનના નેતાઓએ સમર્થન માટે અપક્ષ ધારાસભ્યો અને નાના પક્ષો સાથે વાત કરી ત્યાં બીજી બાજુ શિવસેનાએ રાજ્યસભા ચૂંટણી પહેલા પોતાના ધારાસભ્યોને પરા વિસ્તાર મલાડના એક રિઝોર્ટથી દક્ષિણ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news