વસંત પંચમી પર દેહરાદૂન પહોંચ્યા રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા, વિદ્યાર્થી સાથે કર્યો સંવાદ

વસંત પંચમીના અવસર પર રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) દેહરાદૂનની હિમગિરી ઝી યુનિવર્સિટી Himgiri Zee University) પહોંચ્યા હતા. તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત મા સરસ્વતીની પૂજામાં ભાગ લીધો હતો.

વસંત પંચમી પર દેહરાદૂન પહોંચ્યા રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા, વિદ્યાર્થી સાથે કર્યો સંવાદ

દેહરાદૂનઃ વસંત પંચમીના અવસર પર રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) દેહરાદૂનની હિમગિરી ઝી યુનિવર્સિટી Himgiri Zee University) પહોંચ્યા હતા. તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત મા સરસ્વતીની પૂજામાં ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓને વસંત પંચમીની પાઠવી શુભકામનાઓ
પૂજા બાદ ડો. સુભાષ ચંદ્રાએ હિમગીરી ઝી યુનિવર્સિટી (Himgiri Zee University) ના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને તેમને વસંત પંચમીની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમણે વિદ્યાર્થીઓ સાથે જીવનના અનુભવો પણ શેર કર્યા હતા.

— Subhash Chandra (@subhashchandra) February 5, 2022

યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ
આ ખાસ દિવસે, વિદ્યાર્થીઓ પણ તેમની વચ્ચે ડૉ. સુભાષ ચંદ્રાને જોઇ ખૂબ જ ઉત્સાહિત હતા. વિદ્યાર્થીઓના સંબોધન બાદ રાજ્યસભાના સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ હિમગીરી ઝી યુનિવર્સિટી (Himgiri Zee University) ના કેમ્પસમાં પોતાના હાથે એક છોડ પણ રોપ્યો હતો.

ભણાવવામાં આવે છે પ્રોફેશનલ કોર્સ
તમને જણાવી દઈએ કે હિમગીરી ઝી યુનિવર્સિટી (Himgiri Zee University)  દેહરાદૂનના ચકરાતા રોડ પર સ્થિત છે. આ યુનિવર્સિટીમાં પીએચડી અને બીએ જર્નાલિઝમ જેવા ઘણા પ્રોફેશનલ અને ટેક્નિકલ અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. કોર્સ પૂરો થયા બાદ વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ અને કેમ્પસ પ્લેસમેન્ટ પણ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news