હિસાર : હત્યાના 2 મામલામાં સ્વયં ભૂ બાબા રામપાલ સહિત 15ને આજીવન કેદ અને 1-1 લાખનો દંડ 

67 વર્ષીય રામપાલ અને અનુયાયીઓ 2014ના નવેમ્બર મહિનાથી ધરપકડ પછી જેલમાં બંધ છે

હિસાર : હત્યાના 2 મામલામાં સ્વયં ભૂ બાબા રામપાલ સહિત 15ને આજીવન કેદ અને 1-1 લાખનો દંડ 

નવી દિલ્હી/હિસાર : હિસારની એક સેશન્સ કોર્ટે આજે (16 ઓક્ટોબર)ના દિવસે હત્યાના બે મામલા અને બીજા અપરાધના કેસમાં સતલોક આશ્રમમાં સ્વયં-ભૂ બાબા રામપાલેને આજીવન કેદને સજા સંભળાવી છે. આ સિવાય અન્ય 14 દોષિયોને પણ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે તમામ દોષિતોને 1-1 લાખ રૂ.નો દંડ પણ ફટકાર્યો છે. આજે સજાનું એલાન હતું અને આ સંજોગોમાં પોલીસે હિસાર અને આસપાસના વિસ્તારમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 

11 ઓક્ટોબરે હિસારના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી.આર. ચાલિયાએ હત્યાના બે મામલા અને અન્ય અપરાધના કેસમાં રામપાલ અને અનુયાયીઓને દોષિત જાહેર કર્યા હતા. ન્યાયાધિશ ચાલિયાએ હિસાર જિલ્લા જેલની અંદર બનેલી એક અસ્થાયી કોર્ટમાં લગભગ ચાર વર્ષ સુધી ચાલેલી સુનાવણી પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. 

67 વર્ષીય રામપાલ અને અનુયાયીઓ 2014ના નવેમ્બર મહિનાથી ધરપકડ પછી જેલમાં બંધ છે. રામપાલ અને એના અનુયાયીઓ વિરૂદ્ધ બરવાલા પોલીસ સ્ટેશનમાં 19 નવેમ્બર, 2014ના દિવસે બે મામલાઓ નોંધવામાં આવ્યા હતા. પહેલો મામલો દિલ્હીના બદરપુર નજીક મીઠાપુરના શિવપાલની ફરિયાદના આધારે અને બીજો મામલો ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લાના સુરેશની ફરિયાદની આધારે નોંધવામાં આવ્યો હતો. આ બંનેએ રામપાલ આશ્રમમાં તેમની પત્નીઓની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે તેમની પત્નીઓને કેદ કરીને રાખવામાં આવી હતી અને પછી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના આરોપ સિવાય રામપાલ અને એના અનુયાયી વિરૂદ્ધ અયોગ્ય રીતે બંધક બનાવવાનો પણ આરોપ હતો. 

પોલીસ જ્યારે આશ્રમમાં હાજર રામપાલની ધરપકડ માટે જઈ રહી હતી ત્યારે લગભગ 15 હજાર અનુયાયીઓએ 12 એકર જમીનમાં ફેલાયેલા આશ્રમને ઘેરી લીધો હતો. આ સમયે આ અનુયાયીઓએ આચરેલી હિંસાને કારણે 6 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news