સસ્પેંડ થયું Rangoli Chandel નું Twitter એકાઉન્ટ, આ અભિનેતાની પુત્રીએ કરી હતી ફરિયાદ

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની (Kangana Ranaut) બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel)  વારંવાર પોતાનાં વિવાદિત ટ્વિટનાં કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે ટ્વિટર પર વિવિધ ઘટનાઓ અંગે પોતાના સ્પષ્ટ મંતવ્યો રજુ કરે છે. હાલ દેશમાં લોકડાઉનની સ્થિતી છે ત્યારે તે ટ્વિટર પર ખુબ જ એક્ટિવ રહે છે, પરંતુ હાલમાં જ થેલા એક ખોટા ટ્વીટનાં કારણે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ તે એક પણ ટ્વીટ નહી કરી શકે, કારણ કે તેનાં ટ્વીટર એકાઉન્ટને સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે.
સસ્પેંડ થયું Rangoli Chandel નું Twitter એકાઉન્ટ, આ અભિનેતાની પુત્રીએ કરી હતી ફરિયાદ

નવી દિલ્હી : બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની (Kangana Ranaut) બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel)  વારંવાર પોતાનાં વિવાદિત ટ્વિટનાં કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે ટ્વિટર પર વિવિધ ઘટનાઓ અંગે પોતાના સ્પષ્ટ મંતવ્યો રજુ કરે છે. હાલ દેશમાં લોકડાઉનની સ્થિતી છે ત્યારે તે ટ્વિટર પર ખુબ જ એક્ટિવ રહે છે, પરંતુ હાલમાં જ થેલા એક ખોટા ટ્વીટનાં કારણે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. હાલ તે એક પણ ટ્વીટ નહી કરી શકે, કારણ કે તેનાં ટ્વીટર એકાઉન્ટને સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે.

14 એપ્રીલે જ્યારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉનનો સમયગાળો વધારતા 3 મે કરી દીધો હતો, તો મુંબઇના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર પ્રવાસી મજુરોની ટોળા એકત્ર થઇ ગયા હતા. ત્યાર બાદ સ્ટેશન પર ઉમટી પડેલા મજુરોના ટોળાઓને હટાવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. ત્યારે રંગોલીએ પણ એક તસ્વીર ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ પ્રખ્યાત અભિનેતા સંજય ખાનની  પુત્રી ફરાહ ખાન  અલી (Farah Khan Ali) એ ટ્વિટર પર ફરિયાદ કરી હતી કે રંગોલીનું ટ્વીટર એકાઉન્ડ સસ્પેંડ કરી દેવામાં આવે. તેના માટે તેમણે ટ્વિટરને થેંક્યું પણ કહ્યું હતું.

— Farah Khan (@FarahKhanAli) April 16, 2020

અત્રે ઉલ્લેખનીય છે કે, રંગોલીએ ટ્વીટ કરતા વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે  તેઓ તે લોકોને ન અટકાવે જે પોતે જ મરવા માંગે છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, મારી મોદીજીને એક પ્રાર્થના છે કે જે લોકો મરવા ઇચ્છે છે તેમને જવા દો, તેમને અટકાવો નહી.પરંતુ કોઇ પણ સ્થિતીમાં આ લોકોને વાયરસને બીજા રાજ્ય સુધી ન લઇ જવા દેવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news