Republic Day: તિરંગાને 21 તોપની સલામી, શૌર્ય પુરસ્કારથી કરાયું જવાનોનું સન્માન

Republic Day Parade 2022: ભારત આજે પોતાનો 73 મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસે દિલ્હીના રાજપથ ખાતે રાફેલથી લઈને સુખોઈ સુધીના યુદ્ધ જહાજોનું પ્રદર્શન કરીને ભારત પોતાની શક્તિની ઝલક દુનિયાને બતાવશે. ધુમ્મસને જોતા રાજપથ પર પરેડ અને ફ્લાયપાસ્ટ ડેમોસ્ટ્રેશન અડધો કલાક મોડું એટલે કે સવારે 10.30 વાગ્યે શરૂ કરવામાં આવી. શહીદ અમર જવાનોના સ્મારક વોર મેમોરિયલ પર શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી.

Republic Day: તિરંગાને 21 તોપની સલામી, શૌર્ય પુરસ્કારથી કરાયું જવાનોનું સન્માન

નવી દિલ્લીઃ ભારત આજે પોતાનો 73 મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીએ તિરંગાને સલામી આપીને રાષ્ટ્રને વંદન કર્યાં. આ પ્રસંગે જવાનોનું શૌર્ય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. શહીદ અમર જવાનોના સ્મારક વોર મેમોરિયલ પર શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી.​

No description available.

આજના દિવસે દિલ્હીના રાજપથ ખાતે રાફેલથી લઈને સુખોઈ સુધીના યુદ્ધ જહાજોનું પ્રદર્શન કરીને ભારત પોતાની શક્તિની ઝલક દુનિયાને બતાવવામાં આવ્યું. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ દર્શાવતી ઝાંખીઓ પણ રાજપથ પરેડ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બની રહી. આ સાથે જ સેનાની ત્રણેય પાંખના ઝાંબાજ જવાનો પણ પોતાના કરતાબો દર્શાવીને ગણતંત્ર દિવસની ઉજવણીને વધુ શાનદાર બનાવ્યો.

No description available.

પરેડના સમયમાં કરાયું પરિવર્તન-
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ વર્ષે ધુમ્મસને જોતા રાજપથ પર પરેડ અને ફ્લાયપાસ્ટ ડેમોસ્ટ્રેશન અડધો કલાક મોડું એટલે કે સવારે 10.30 વાગ્યે શરૂ થશે. દર વર્ષે આ કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થતો હતો. એ જ રીતે, કોરોના રોગચાળાને કારણે ગયા વખતની જેમ આ વર્ષે 2022 માં પણ કોઈ વિદેશી મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

 

Wishing you all a happy Republic Day. Jai Hind! #RepublicDay

— Narendra Modi (@narendramodi) January 26, 2022

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.પ્રજાસત્તાક દિવસની પરેડની ઉજવણી PM મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે શરૂ થઈ. ત્યાર બાદ PM મોદીએ બહાદુર શહીદ અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અને ત્યાર પછી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી.
 

No description available.

પરંપરા મુજબ, રાષ્ટ્રગીત પછી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને 21 તોપોની સલામી આપવામાં આવી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સલામી લઈને પરેડની શરૂઆત કરવામાં આવી. પરેડની કમાન્ડ બીજી પેઢીના લશ્કરી અધિકારી, પરેડ કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા, અતિ વિશેષ સેવા મેડલ દ્વારા કરવામાં આવ્યું. દિલ્હી ક્ષેત્રના ચીફ ઓફ સ્ટાફ, મેજર જનરલ આલોક કાકર પરેડના સેકન્ડ-ઈન-કમાન્ડ હતાં.

No description available.

પ્રજાસત્તાક દિવસ પરેડમાં રાફેલથી સુખોઈ સુધીના 75 લડાકુ વિમાનો અહીં પ્રદર્શિત કરાયા હતાં. આ સાથે આ પરેડમાં કાશી વિશ્વનાથની ઝાંખી પણ જોવા મળી. આ વર્ષે પ્રજાસત્તાક દિવસ કંઈક ખાસ છે. વાસ્તવમાં દેશ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ અંતર્ગત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર દિલ્હીના રાજપથ પર વિશેષ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી. ભારતના ગૌરવની ઝલક આજે અહીં જોવા મળી.

ભારત આ વર્ષે 26મી જાન્યુઆરીએ તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 1950માં આ દિવસે દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં 16 લશ્કરી ટુકડીઓ, 17 લશ્કરી બેન્ડ, વિવિધ રાજ્યોની 25 ઝાંખીઓ, વિભાગો અને લશ્કરી દળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં કાશી વિશ્વનાથ ધામની ઝાંખી પણ જોવા મળી.

આ બીજી વખત છે જ્યારે વારાણસી સાથે સંબંધિત ઝાંખી રાજપથ પર જોવા મળી. તે જ સમયે, પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું. આજના દિવસે ITBPના હિમવીરોએ 15000 ફૂટની ઉંચાઈ પર ત્રિરંગો ફરકાવ્યો અને ગણતંત્ર દિવસની ઉજવણી કરી. લદ્દાખ સરહદ પર -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સૈનિકો દેશની સરહદોની સુરક્ષા માટે તૈનાત છે.

ફ્લાય પાસ્ટમાં ભાગ લેશે 75 લડાકુ વિમાન-
આ વખતે ભારતીય વાયુસેનાના 75 વિમાન ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો હતો. રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડાકોટા જેવા જૂના અને વર્તમાન આધુનિક એરક્રાફ્ટ/હેલિકોપ્ટર રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિતની વિવિધ રચનાઓ પ્રદર્શિત કરશે. પ્રથમ વખત, પરેડ દરમિયાન રાજપથ પર 75 મીટર લંબાઇ અને 15 ફૂટ ઊંચાઇના 10 સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવશે. 10 મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી હતી જેના પર પરેડ જોવા મળી.

દેશભરમાં અમૃત મહોત્સવની ઉજવણી-
આ વર્ષે પ્રજાસત્તાક દિવસ કંઈક ખાસ છે. વાસ્તવમાં દેશ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ અંતર્ગત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રાલય દ્વારા પરેડમાં કેટલીક નવી ઝાંખીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news