આવ્યો છે ઉંમર અને સેક્સલાઇફને સાંકળતો જબરદસ્ત સર્વે
હાલમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16ના તારણો જાહેર થયા છે
Trending Photos
નવી દિલ્હી : હાલમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16ના તારણો જાહેર થયા છે. આ તારણ પ્રમાણે ભારતના 90 ટકા લોકો 30 વર્ષની વય સુધી પહોંચતા પહેલાં સેક્સનો અનુભવ કરી ચૂક્યા હોય છે. હકીકતમાં ભારતના લોકો બીજા દેશની સરખામણીમાં કાચી વયે સેક્સનો અનુભવ લઈ લે છે. તમને એ જાણીને આંચકો લાગશે કે સર્વેમાં 25થી 49 વર્ષની 10 ટકા ભારતીય મહિલાઓએ જણાવ્યું હતું કે તેમણે 15 વર્ષ પહેલાં અને 38 ટકા મહિલાઓએ 18 વર્ષ પહેલાં સેક્સલાઇફ માણી છે. હકીકતમાં ભારતમાં બાળકીઓના બહુ નાની વયે લગ્ન કરી દેવામાં આવે છે જેના કારણે પુરુષોની સરખામણીમાં ભારતીય મહિલાને સેક્સનો અનુભવ બહુ વહેલો થઈ જાય છે.
આ સર્વેમાં આખા દેશની જનસંખ્યા, સ્વાસ્થ્ય તેમજ પોષણ સાથે જોડાયેલી માહિતી ભેગી કરવામાં આવી છે. જોકે તારણના આંકડા જોઈને લાગે છે કે અનેક લોકોએ પોતાના જાતીય અનુભવો વિશે ખોટી માહિતી આપી છે કારણ કે ભારતમાં આજે પણ સેક્સ એવો વિષય છે જેના વિશે વાત કરવાનું લોકો ટાળે છે.
આ સર્વે પ્રમાણે 25થી 49 વર્ષની મહિલાઓની પહેલીવાર સેક્સ કરવાની ઉંમર 19.1 વર્ષ હતી જ્યારે 20 વર્ષની વય સુધી આ ગ્રૂપની 58 ટકા મહિલા સેક્સનો અનુભવ લઈ ચૂકી છે. આ વયજુથના પરુષોની વાત કરીએ તો તેમની પહેલીવાર સેક્સનો અનુભવ લેવાની સરેરાશ વય 24.3 વર્ષ છે જે મહિલાઓની સરખામણીમાં 5 વર્ષ વધારે છે.
સર્વેના ચોંકાવનારા તારણો
- 30 વર્ષની વય પહેલાં સેક્સ માણી લે છે 90 ટકા ભારતીય
- 25-49 વયજુથની 10 ટકા મહિલા 15 વર્ષની વય પહેલાં માણી લે છે સેક્સ
- 11 ટકા કુંવારા છોકરાઓ અને 2 ટકા કુંવારી છોકરીઓએ લગ્ન પહેલાં સેક્સની વાત સ્વીકારી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે