Heatwave: 2050 સુધી ગરમીથી 370% વધી જશે મોતના કેસ, ચરમ પર હાર્ટ એટેક જેવી જીવલેણ બિમારીઓ

Heatwave Side effects: વધતા જતા તાપમાનના કારણે થનાર મોતને અટકાવવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં ભરવા જરૂરી છે. નહીંતર 2050 સુધી સ્થિતિ ખૂબ ખરાબ થઇ શકે છે. ખાસકરીને તે લોકો માટે જેમને હાર્ટ ડ્સીઝ જેવી જીવલેણ બિમારીઓ છે. 

Heatwave: 2050 સુધી ગરમીથી 370% વધી જશે મોતના કેસ, ચરમ પર હાર્ટ એટેક જેવી જીવલેણ બિમારીઓ

Eearly Warning Signs of a Heart Attack: એસીમાં આખો દિવસ બેસનારાઓ માટે ગરમીનું વધતું જતું સ્તર ભલે ગંભીર વિષય ન હોય, પરંતુ અગન દઝાડતી ગરમીથી થનાર મોત વૈશ્વિક સ્તર પર ચિંતાનો વિષય બનતી જાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જળવાયું પરિવર્તનના કારણે હીટ સ્ટ્રોકની સાથે જ જૂની બિમારીઓને પણ વધુ  પ્રભાવી રહે છે. જેના પરિણામ સ્વરૂપ મોતનો આંકડો વધયો જાય છે. 

ગરમીથી થનાર મોતના વધતા કેસ
જળવાયુ પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય કાર્યક્રમ (એનપીસીસીએચએચ) ના વિશેષજ્ઞોના અનુસાર 1991 થી 2000 ની તુલનામાં 2013 થી 2022 ની વચ્ચે ગરમીથી થનાર મોતમાં 85% ટકાનો વધારો થયો છે. 

ગરમી સ્વાસ્થ્ય માટે ખતરો છે-સ્ટડી
પશ્વિમી અમેરિકામાં કરવામાં આવેલા એક અધ્યન અનુસાર જો ગરમીની સિઝનમાં દૈનિક સામાન્ય તાપમાનમાં 4.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે. તો કાર્ડિયોવસ્કુલર એટલે હાર્ટ એટેક કેસમાં 2.6% સુધીનો વધારો થઇ શકે છે. 

ડોક્ટરોનું કહેવું-ડેટા અધૂરા છે! 
ઇન્ડીયન ઇંસ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના નિર્દેશક, ડો દિલીપ માવલંકરે એક ન્યૂઝ પેપરથી વાત કરતાં જણાવ્યું છે કે ભારત જન્મ મૃત્યું સંબંધિ ડેટા વ્યવસ્થિત નહી હોય, જેના કારણ ગરમી અથવા ઠંડીથી થનાર મોતની સંખ્યાની ખબર  ન પડી. તેમને કહ્યું કે આ મોતને મોટાભાગે 'અતિરિક્ત મૃત્યું' ના રૂપમાં નોધવામાં આવે છે. જેથી ગરમીથી થનાર મોતની વાસ્તવિક સંખ્યા ઓછી થઇ જાય છે. 

ગરમીના પ્રભાવથી બચવાનો રસ્તો
ખૂબ જરૂરી કામ હોય તો જ બપોરે ઘરેથી બહાર નિકળો. ગરમીથી બચવા માટે પંખા અથવા કૂલરનો ઉપયોગ કરો. હળવા અની ઢીલા કપડાં પહેરો, અને ત્વચાને ભીની રાખો. સ્પ્રે બોટલ અથવા સ્પંજનો ઉપયોગ કરો અને ઠંડુ પાણીથી સ્નાન કરો. આ સાથે જ હાઇડ્રેટેડ રહો. વધુ ગરમીના દિવસોમાં તરસ લાગે તે પહેલાં પાણી પીવો. ખાસકરીને તમે વધુ ફિજિકલ એક્ટિવિટી કરી રહ્યા હોવ. ડાયટમાં એવા સિઝનલ ફળ અને શાકભાજીનું સેવન કરો. આ ઉપરાંત વધુ મસાલેદાર અને જંક ફૂડ્સ ખાવાથી બચો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news