મુંબા દેવીના દર્શન કરવા ગયેલા રોબર્ટ વાડ્રા સામે મોદી-મોદીના નારા લાગ્યા

રોબર્ટ વાડ્રા માટે તે સમયે વિચિત્ર પરિસ્થિતી પેદા થઇ ગઇ હતી, જ્યારે તેઓ મંદિર દર્શન માટે ગયા હતા

મુંબા દેવીના દર્શન કરવા ગયેલા રોબર્ટ વાડ્રા સામે મોદી-મોદીના નારા લાગ્યા

મુંબઇ : યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા માટે તે સમયે વિચિત્ર સ્થિતી પેદા થઇ ચુકી છે. જ્યારે તેઓ મંદિર દર્શન માટે ગયા હતા, પરંતુ અહીં તેમની સામે લોકોએ મોદી મોદીના નારા લગાવવાનું ચાલુ કરી દીધું હતું. મુંબઇમાં તેઓ ગયા તો હતા  દેવી દર્શન માટે, પરંતુ તેમને નારા સાંબળવા પડ્યા નરેન્દ્ર મોદીનાં નામના.

શુક્રવારે રોબર્ટ વાડ્રા બપોરે 12 વાગ્યે મુંબઇના પ્રખ્યાત મુમ્બાદેવી મંદિરમાં અચાનક પહોંચ્યા હતા. તેમને ત્યાં પહોંચવા પર અહીં કોંગ્રેસી કાર્યકર્તાઓનું ટોળુ પણ પહોંચી ગયું હતું. મુમ્બા દેવી મંદિરના ખુબ જ સાંકડા વિસ્તારમાં આવેલું છે. જેના કારણે ત્યાં હંમેશા ભીડ રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુમ્બા દેવીનાં નામે જ મુંબઇ શહેરનું નામ પડ્યું છે. જણાવાઇ રહ્યું છે કે, રોબર્ટ વાડ્રાનાં કરાવાયેલા VIP દર્શનનાં લોકોને દર્શન માટે રાહ પણ જોવી પડી હતી. આ જ કારણ રહ્યું કે, જ્યારે રોબર્ટ વાડ્રા દર્શન કરી રહ્યા હતા અને ટોળુ મોદી મોદીનાં નારાઓ લગાવી રહ્યું હતું. 

પાકિસ્તાનથી ઉડેલું પ્લેન ઉત્તર ગુજરાતમાં ઘુસ્યું,એરફોર્સની કડક કાર્યવાહી
બે કલાકથી લાઇનમાં ઉભા રહેવાનાં કારણે  ગુસ્સે ભરાયેલા દર્શન કરવા આવેલા રમેશ યાદવના બાકી ભક્તોની જેમ જ માનવું હતું કે વીઆઇપી દર્શનનાં કારણે સામાન્ય ભક્તોએ પરેશાન ન થવું જોઇએ. તેના માટે  પહેલાથી જ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ. જેથી આટલી ગરમીમાં સામાન્ય લોકોએ રાહ ન જોવી પડે. વાડ્રાને દર્શન કરવામાં અડધો કલાક જેટલો સમય લાગ્યો. ત્યાર બાદ ત્યાં આશરે 12 વાગીને 42 મિનિટે મુંબા દેવી મંદિરથી નિકળી ગયા. રોબર્ટ વાડ્રા હાલના સમયે અનેક પ્રકારનાં આરોપો સહી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news