યુપી-ઉત્તરાખંડના પૂર્વ સીએમ એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખરનું હાર્ટએટેકથી નિધન

રોહિત તિવારી લાંબી ન્યાયિક લડાઈ બાદ કોર્ટે એન.ડી. તિવારીને તેના પિતા જાહેર કર્યા હતા 

યુપી-ઉત્તરાખંડના પૂર્વ સીએમ એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખરનું હાર્ટએટેકથી નિધન

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા દિવંગત એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું મંગળવારે નિધન થઈ ગયું. રોહિતને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યાર પછી તેને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, રોહિત તિવારીની લાંબી કાનુની લડત બાદ કોર્ટે એન.ડી. તિવારીને તેના પિતા જાહેર કર્યા હતા. એન.ડી તિવારીના પુત્ર રોહિત શેખરના ગયા વર્ષે એપ્રિલમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતી અપૂર્વ શુક્લા સાથે સગાઈ થઈ હતી અને પછી મે, 2018માં તેણે અપૂર્વા સાથે લગ્ન કર્યા હતા. અપૂર્વ સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. 

Rohit Shekhar Tiwari, son of ND Tiwari, brought dead to Delhi's Max hospital

આપને યાદ કરાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી એન.ડી. તિવારીનું પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં નિધન થઈ ગયું હતું. રોહિત એન.ડી તિવારી અને ઉજ્જવલા શર્માનો જૈવિક પુત્ર હતો. એન.ડી. તિવારીએ ઉજ્જવલા શર્મા સાથે 2014માં લગ્ન કર્યા હતા. 

રોહિતે કેટલાક વર્ષ પહેલા દાવો કર્યો હતો કે તે એન.ડી. તિવારીનો પુત્ર છે. ત્યાર પછી પુત્રના અધિકાર મેળવવા માટે તેણે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. 2014માં કોર્ટે એન.ડી. તિવારી અને રોહિતનો DNA ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી એન.ડી. તિવારીએ 2016માં રોહિતને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો હતો. જોકે, રોહિતને છેક સુપ્રીમ કોર્ટ સુધી પોતાનો હક મેળવવા માટે લડાઈ લડવી પડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news