સબરીમાલા વિવાદ, શાહે કહ્યું હિંદૂ મંદિરો વિરુદ્ધ કાવત્રા, વિજયનનો વળતો પ્રહાર

સબરીમાલા વિવાદ મુદ્દે કેરળ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, આજે કેરળમાં ધાર્મિક આસ્થા અને રાજ્ય સરકારની ક્રૂરતા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે

સબરીમાલા વિવાદ, શાહે કહ્યું હિંદૂ મંદિરો વિરુદ્ધ કાવત્રા, વિજયનનો વળતો પ્રહાર

કન્નુર : સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓનાં પ્રવેશ મુદ્દે રાજનીતિક ધમાસાણ ચાલુ થઇ ગયું છે. શનિવારે કેરળનાં કન્નુરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે સબરીમાલા મંદિર વિવાદ મુદ્દે રાજ્યની લેફ્ટ સરકાર પર શાબ્દિક પ્રકારો કર્યા હતા. 
અમિત શાહે કેરળ સીપીએમ સરકાર પર સબરીમાલા મંદિરને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, આજે કેરળમાં ધાર્મિક આસ્થા અને રાજ્ય સરકારની ક્રૂરતા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ભાજપ, આરએસએસ સહિત અન્ય સંગઠનોના 2000થી વધારે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. ભગવાન અયપ્પાના શ્રદ્ધાળુઓના દમન કરીને કેરળ સરકાર સબરીમાલા મંદિરને નષ્ટ કરવા માંગે છે. જો કે ભાજપ આ મુદ્દે સબરીમાલાના શ્રદ્ધાળુઓ સાથે પથ્થરની જેમ મજબુતી સાથે ઉભા છે. 

અમિત શાહે કહ્યું કે, જે લોકો કોર્ટનાં ચુકાદાનાં નામે હિંસાને ભડકાવવા માંગે છે, તેમને જણાવવા માંગુ છું કે અહીં ઘણા એવા મંદિરો છે, જેને પોતાનાં અલગ-અલગ નિયમ કાયદા છે. બીજી તરફ અમિત શાહે હૂમલા પર કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને વળતો હૂમલો કર્યો છે. તેમણે કહ્યું કે, સબરીમાલા મંદિરના મુદ્દે અમિત શાહે કન્નુરની રેલીમાં જે નિવેદન આપ્યું છે, તે સંવિધાન અને કાયદાની વિરુદ્ધનું છું. તેમના એજન્ડાનો ઇરાદો સ્પષ્ટ છે. તેમના એજન્ડામાં મૌલિક અધિકારીઓની ગેરેન્ટી નથી. તેમનું નિવેદન આરએસએશ અને સંઘ પરિવારના એજન્ડાને દર્શાવે છે. 

મુખ્યમંત્રી વિજયને અમિત શાહ પર કેરળ સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, અમારી સરકારને પાડવાની ધમકી આપનારા અમિત શાહે યાદ રાખવું જોઇએ કે, તે સરકાર ભાજપની દયા પર સત્તા પર નથી આવી. આ સરકાર જનાદેશ પ્રાપ્ત કરીને સત્તા પર આવી છે. અમિત શાહના મેસેજ જનાદેશને નુકસાન પહોંચાડવાનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news