મધ્યપ્રદેશમાં કોંગ્રેસ કે ભાજપ, જાણો શું કહે છે સટ્ટા બજારનો ટ્રેન્ડ
મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો રોમાંચ જેમ-જેમ આગળ વધી રહ્યો છે, સટ્ટા બજારમાં દાવ ઝડપથી લાગી રહ્યાં છે. ત્રણ સપ્તાહ પહેલા સુધી ભાજપના જીતવાની તક જણાવનાર હવે કોંગ્રેસ માટે સંભાવના વ્યક્ત કરી રહ્યું છે. રાજ્યની 230 વિધાનસભા સીટો પર 28 નવેમ્બરે મતદાન થશે.
Trending Photos
ભોપાલઃ મધ્યપ્રદેશમાં આ વખતે વિધાનસભા ચૂંટણી ખૂબ રોમાંચક થવાની છે. ભોપાલનું સટ્ટા બજાર 3 સપ્તાહ પહેલા ભાજપ માટે તક ગણાવતા હતું પરંતુ હવે અચાનક ત્યાં કોંગ્રેસની સંભાવનામાં વધારો થઈ ગયો છે. બુકી અનુસાર, એક મહિના પહેલા સુધી કોઈ વ્યક્તિ ભાજપ પર 10 હજારની શરત લગાવત તો તેને પાર્ટી સત્તામાં આવવા પર 11 હજાર રૂપિયા મળવાના હતા જો કોઈ કોંગ્રેસ માટે 4400 રૂપિયા દાવ પર લગાવે તો વિપક્ષની જીત પર તેને 10 હજાર રૂપિયા મળવાના હતા.
બુકીનું કહેવું છે કે, આ સપ્તાહથી તે સીટોની સંખ્યા પર શરત લગાવી રહ્યાં છે ન કે કોણ સરકાર બનાવશે. એક બુકીએ જણાવ્યું, અમે તે કહેવા ઈચ્છતા નથી કે કઈ પાર્ટી સરકાર બનાવશે. દાવ ખુલ્લો છે. આ ચૂંટણીની સિઝનમાં સટ્ટા બજાર સારૂ ચાલી રહ્યું છે, કારણ કે આ વખતે મુકાબલમાં ટક્કર છે. બુકીનું કહેવું છે કે સટ્ટા ટ્રેન્ડ ભલે વાસ્તવિક પરિણામથી અલગ હોય પરંતુ માર્કેટમાં કોંગ્રેસ માટે 116થી વધુ સીટો અને ભાજપ માટે 102થી વધુ સીટો પર દાવ લગાવવામાં આવી રહ્યો છે.
જો કોઈપણ દાવ ભાજપ કે કોંગ્રેસમાં કોઈપણ સાચો પડશે તો પૈસા ડબલ થઈ જશે. બુકીએ કહ્યું કે, આગામી દિવસોમાં આ ટ્રેન્ડ બદલી પણ શકે છે કારણ કે, ચૂંટણી પ્રચાર આ દિવસોમાં ખૂબ ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં દરેક ચૂંટણીમાં કરોડો રૂપિયા દાવ પર લગાવવામાં આવે છે. દાવ માત્ર ફોન પર જ નહીં વેબસાઇટ અને એપ્સ પર પણ લગાવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે