જમ્મુ-કાશ્મીરમાં 2-3 મહિનામાં 50,000 લોકોને મળશે સરકારી નોકરીઃ રાજ્યપાલ

રાજ્યપાલે જણાવ્યું કે, કેટલાક લોકો જમ્મુ-કાશ્મીર અંગે જુઠાણું ફેલાવી રહ્યા છે, જમ્મુ-કાશ્મીરમાં હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી 
 

જમ્મુ-કાશ્મીરમાં 2-3 મહિનામાં 50,000 લોકોને મળશે સરકારી નોકરીઃ રાજ્યપાલ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે-ત્રણ મહિનામાં 50 હજાર પદો પર ભરતી કરવામાં આવશે. મલિકે જણાવ્યું કે, બુધવારે અમે જાહેરાતક રીએ છીએ કે જમ્મુ-કાશ્મીર સરકારમાં નવી 50 હજાર નોકરીઓ ખોલવામાં આવશે. યુવાનોને અમારી અપીલ છે કે તેઓ આ પ્રક્રિયામાં સામેલ થાય. 

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, કેટલાક લોકો જમ્મુ-કાશ્મીર અંગે જુઠાણુ ફેલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. દરેક કાશ્મીરીના પ્રમાણ અમારા માટે કિંમતી છે. અમે કોઈ પણ પ્રકારના જાન-માલનું નુકસાન થવા દીધું નથી. 

— ANI (@ANI) August 28, 2019

રાજ્યપાલે જણાવ્યું કે, દર્દીઓને ઘરેથી હોસ્પિટલ લઈ જવા માટે ગાડીઓ મોકલવામાં આવી રહી છે. અમે કુપવાડા અને હંદવાડા જિલ્લામાં મોબાઈલ કનેક્ટિવિટી શરૂ કરવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં જ અન્ય જિલ્લાઓમાં પણ મોબાઈલ કનેક્ટિવિટી શરૂ કરી દેવાશે. 

મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ મોટાભાગના આતંકવાદીઓ જ કરે છે. તેઓ આ વ્યવસ્થાનો ઉપયોગ ભારત સામે હથિયાર તરીકે ઉપયોગ કરે છે, જેના કારણે અમે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. અમે ધીમે-ધીમે તેને ખુલ્લુ મુકીશું. 

જુઓ LIVE TV.... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news