પશ્વિમ બંગાળના તટીય વિસ્તારો સાથે ટકરાયું ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ' હવે બાંગ્લાદેશની તરફ આગળ વધ્યું

ચક્રવાતી તૂફાન 'બુલબુલ' (Bulbul Cyclone) ગત રાત્રે પશ્વિમ બંગાળના તટીય વિસ્તારથી રાત્રે લગભગ 02:30 વાગે ટકરાયું હતું. ચક્રવાતી વાવાઝોડાનું કેંદ્વ પશ્વિમ બંગાળના 24 પરગના જિલ્લાના સુંદરબની નેશનલ પાર્કથી દક્ષિણ પશ્વિમમાં રહ્યું. અહીંથી પશ્વિમ બંગાળની તટીય સીમા લગભગ 12 કિલોમીટર દૂર હતું.

પશ્વિમ બંગાળના તટીય વિસ્તારો સાથે ટકરાયું ચક્રવાતી વાવાઝોડું 'બુલબુલ' હવે બાંગ્લાદેશની તરફ આગળ વધ્યું

કલકત્તા: ચક્રવાતી તૂફાન 'બુલબુલ' (Bulbul Cyclone) ગત રાત્રે પશ્વિમ બંગાળના તટીય વિસ્તારથી રાત્રે લગભગ 02:30 વાગે ટકરાયું હતું. ચક્રવાતી વાવાઝોડાનું કેંદ્વ પશ્વિમ બંગાળના 24 પરગના જિલ્લાના સુંદરબની નેશનલ પાર્કથી દક્ષિણ પશ્વિમમાં રહ્યું. અહીંથી પશ્વિમ બંગાળની તટીય સીમા લગભગ 12 કિલોમીટર દૂર હતું. રવિવાર થતાં જ વાવાઝોડું શાંત થયું અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ દરમિયાન અહીં ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો અને ઘણી જગ્યાએ ઝાડ પડી જવાની ઘટનાઓ સામે આવી. 

ભારતીય હવામાન વિભાગના અનુસાર બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળના તટીય વિસ્તાર સાથે ટકરાયેલું વાવાઝોડું બુલબુલ આજે સવારે લગભગ 5 વાગે નબળું પડી ગયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું બુલબુલ હવે ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. આગામી 6 કલાકોમાં તેના શાંત થવાની આશંકા છે. 

તમને જણાવી દઇએ કે શનિવારે મોડી રાત્રે જ આ ચક્રવાતની આહટ વચ્ચે પશ્વિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે અને વરસાદનો સિલસિલો ચાલુ છે. અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું કે આ ચક્રવાતથી પશ્વિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપૂપારાના વિસ્તારમાં તેની અસર જોઇ શકાય છે.

— ANI (@ANI) November 10, 2019

હવામાન વિભાગે કહ્યું હતું કે તટથી ટકરાયા બાદ ચક્રવાતી વાવાઝોડું નબળું પડી શકે છે. જોકે એ પણ કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સમાચાર છે કે વાવાઝોડા પહેલાં ભારે વરસાદના લીધે પશ્વિમ બંગાળ અને ઓડિશાના બે લોકોના મોત નિપજ્યા છે. 

— Mamata Banerjee (@MamataOfficial) November 9, 2019

તો બીજી તરફ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ચક્રવાતી વાવાઝોડાને લઇને ટ્વિટ કર્યું. તેમણે ટ્વિટમાં લખ્યું 'વાવાઝોડું બંગાળમાંથી પસાર થવાનું છે. અમે ગમે તે ઇમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે દરેક પ્રકારની તૈયારી કરી ચૂકી છે. એનડીઆરએફ-એસડીઆરએફે સ્પેશિયલ કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news