VIDEO: જાહેરમાં મહિલાની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના સદર કોતવાલી વિસ્તારમાં એક મહિલાની દર્દનાક મોતનો મામલો સામે આવતા હાહાકાર મચ્યો છે.

VIDEO: જાહેરમાં મહિલાની ગોળી મારીને હત્યા, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

શામલી: ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના સદર કોતવાલી વિસ્તારમાં એક મહિલાની દર્દનાક મોતનો મામલો સામે આવતા હાહાકાર મચ્યો છે. બુધવારે (24 ઓક્ટોબર)ના રોજ વિસ્તારમાં રહેતી એક મહિલા રોજની જેમ પોતાની ઓફિસથી ઘરે જવા માટે નીકળી હતી. અચાનક રસ્તામાં એક યુવકે તેને આંતરી અને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધી. 

જે સમયે આ મહિલાને મોતને ઘાટ ઉતાારાઈ  તે વખતે નજીકના સીસીટીવી કેમેરામાં આ હત્યાનો ઘટનાક્રમ કેદ થઈ ગયો. સીસીટીવી ફૂટેજ જોતા માલુમ પડે છે કે એક વ્યક્તિ મહિલાનો પીછો કરીને અચાનક તેની સામે આવી જાય છે અને દેસી તમંચો બહાર કાઢીને તેને ધમકી આપે છે. ત્યારબાદ શખ્સ મહિલા પર એક પછી એક એમ 3 ગોળી છોડે છે અને મહિલાની હત્યા કરી નાખે છે. 

જાહેરમાં રસ્તાની વચ્ચોવચ આ રીતે મહિલાની હત્યાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો તથા મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીને પકડવાની કોશિશ કરી રહી છે. 

પ્રેમ પ્રસંગનો હતો મામલો!
ધોળે દિવસે આ રીતે મહિલાની હત્યા કરવાના બનાવ બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એક તરફી પ્રેમપ્રસંગનો મામલો છે. જ્યારે આ મામલે મૃતકના પુત્રનું કહેવું છે કે રોજની જેમ મારી મમ્મી ડ્યૂટી પર જઈ રહી હતી. રસ્તામાં એક યુવકે સૂચના આપી કે તમારી મમ્મી રસ્તા પર પડી છે. આવીને જોયું તો તેનું મોત થઈ ગયું હતું. તેને 3 ગોળીઓ મારી હતી. હત્યા પાછળ હજુ પણ પીડિત પરિવાર સ્પષ્ટ કઈ કહેતું નથી. પરંતુ મહિલાનું આ રીતે મોત થતા આસપાસના લોકોએ દબાયેલા અવાજે જણાવ્યું કે પ્રેમ પ્રસંગને પગલે હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

મહિલાની હત્યા મામલે પોલીસ અધિકારીનું કહેવું છે કે આ સદર કોતવાલી ક્ષેત્રના પંસારી યાનનો મામલો છે. જ્યાં ઘરથી નોકરી પર જઈ રહેલી મહિલાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધ થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news