ખેડૂતપુત્ર વિરુદ્ધ કાવત્રાઓ રચી રહ્યા છે રાજા, મહારાજા અને ઉદ્યોગપતિ: શિવરાજ

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં કોંગ્રેસનાં ત્રણ દિગ્ગજ નેતાઓ પર સોમવારે ચૂંટણી પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ તેમને સતત ચોથીવાર મુખ્યમંત્રી બનતા અટકાવવા માટે તેમની વિરુદ્ધ ષડયંત્રોની જાળ બિછાવી રહ્યા છે.
ખેડૂતપુત્ર વિરુદ્ધ કાવત્રાઓ રચી રહ્યા છે રાજા, મહારાજા અને ઉદ્યોગપતિ: શિવરાજ

ઇંદોર : મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં કોંગ્રેસનાં ત્રણ દિગ્ગજ નેતાઓ પર સોમવારે ચૂંટણી પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ તેમને સતત ચોથીવાર મુખ્યમંત્રી બનતા અટકાવવા માટે તેમની વિરુદ્ધ ષડયંત્રોની જાળ બિછાવી રહ્યા છે.

શિવરાજ ભાજપની જન આશીર્વાદ યાત્રા હેઠળ જિલ્લાનાં સાંવેર વિધાનસભા વિસ્તારનાં માંગલિયા ગામમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પરોક્ષ રીતે મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને રાજા, પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી અભિયાન સમિતીનાં પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયાને મહારાજા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને ઉદ્યોગપતિ ગણાવ્યા હતા. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજા, મહારાજા અને ઉદ્યોગપતિ મારાથી ખુબ જ પરેશાન છે. તેમને લાગી રહ્યું છે કે મારા જેવો કેડૂત પુત્ર સતત 13 વર્ષથી મુખ્યમંત્રીની ખુર્શી પર છે તે તેમનાંથી કઇ રીતે સહન થાય. તેમને હું રાત્રે પણ દેખાવ છું. શિવરાજે કહ્યું કે, આ નેતાઓને ડર છે કે ક્યાંક હું ચોથી વખત મુખ્યમંત્રી ન બની જઉ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news