શિવરાજે ખેલદીલીપુર્વક સ્વિકાર્યો પરાજય, કોંગ્રેસને ખેડૂતોનું ભલુ કરવા માટે કરી અપીલ

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહના રાજીનામા બાદ વડાપ્રધાન મોદી, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પાર્ટીનાં કાર્યકર્તાઓ અને કેન્દ્રીય મંત્રીઓની સાથે સાથે મધ્યપ્રદેશનાં નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો

શિવરાજે ખેલદીલીપુર્વક સ્વિકાર્યો પરાજય, કોંગ્રેસને ખેડૂતોનું ભલુ કરવા માટે કરી અપીલ

નવી દિલ્હી : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 ચૂંટણી પરિણામ આવ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજીનામું આપી દીધું છે. પોતાનાં રાજીનામા બાદ પ્રેસ સાથે વાત કરતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, મને 13 વર્ષ રાજ્યની સેવા કરવાની તક મળી. મે મુખ્યમંત્રી બનીને નહી પરંતુ પરિવારના સભ્ય બનીને સરકાર ચલાવવાનો પ્રયાસ કર્યો. જેટલી ક્ષમતા મારામાં હતી મે પોતાની ટીમ સાતે જનતાનાં કલ્યાણનો પ્રયાસ કર્યો. જે સમયે અમે સત્તા સંભાળી હતી પ્રદેશ ખસ્તા સ્થિતીમાં હતો. માર્ગ, વિજળી અને પાણી જેવા મુદ્દાઓ મહત્વનાં હતા.     મને ગર્વ છે કે તમે વિજળી, પાણી, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, સિંચાઇ તમામાં ભરચક પ્રયાસો કર્યા કે પ્રદેશનાં વિકાસની ગતિમાં લાવવામાં આવે. 

શિવરાજસિંહે કહ્યું કે, કોઇનું દિલ દુભાય તેવું કામ હું નથી કરતો. જો મારા કાર્યકાળ દરમિયાન સાડા સાત કરોડ મધ્યપ્રદેશ વાસીઓને જો દિલ દુખ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. અમે અમારા કેન્દ્રીય નેતૃત્વનાં આભારી છીએ. આ વાત સત્ય છે કે 2009માં અમે 38 ટકા મત પ્રાપ્ત કર્યા હતા અને સીટો મળી હતી 140 કરતા વધારે પરંતુ આ વખતે  મતનું પ્રમાણ વધ્યું પરંતુ સીટો ઘટી હતી. 

શિવરાજસિંહે કહ્યું કે, કેન્દ્રની આટલી સારી યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ છતા જો રાજ્યમાં અમે હાર્યા છીએ તો તેના માટે જવાબદાર હું છું. કોંગ્રેસે પોતાનાં વચન પત્રમાં જે વચનો આપ્યા હતા મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પોતાનાં વાયદાઓ પુરા કરશે. તેમમે કહ્યું કે, 10 દિવસમાં જો મુખ્યમંત્રી દેવું માફ નહી કરે તો અમે મુખ્યમંત્રી બદલી દઇશું તેવું વચન રાહુલ ગાંધીએ આપ્યું હતું. હું આશા રાખું છું કે તેઓ પોતાનું વચન નિભાવશે. 

શિવરાજસિંહે પ્રદેશનાં હિત જ્યાં જરૂર હશે હું હંમેશા તેમની સાથે ઉભો રહીશ. હવે ચોકીદારી કરવાની જવાબદારી અમારી છે. અમે ચુપ બેસનારા લોકોમાં નથી. નેતા વિપક્ષ તો પાર્ટી નિશ્ચિત કરશે, પરંતુ અમે નેતા તરીકે તો રહીશું જ....

આગામી ઉદ્દેશ્ય અંગે જવાબ આપતા શિવરાજ સિંહે જણાવ્યું કે, 2019માં ફરી એકવાર કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવવી અમારી પ્રાથમિકતા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહે કહ્યું કે, હું મધ્યપ્રદેશમાં તમામ મીડિયાનો આભારી છું. અમે અપેક્ષાઓનાં અનુરૂપ પરિણામો નથી મળ્યા. અમારા વિપક્ષી દળો કોંગ્રેસને પણ જનતાએ સ્પષ્ટ જનાદેશ નથી આપ્યો. મતનું પ્રમાણ  અમારૂ કોંગ્રેસ કરતા ઘણુ વધારે છે. જો કે લોકશાહીમાં સંખ્યાનું મહત્વ છે. થોડા મતો અને સીટથી કોંગ્રેસ અમારા કરતા વધારે આગળ નિકળી ગઇ. ભાજપ કાર્યકર્તાઓ હંમેશાની માફક તેમની સેવા કરતા રહેશે. હું ભાજપનાં લાખો કાર્યકર્તાઓને તેમની મહેનત બદલ આભાર વ્યક્ત કરૂ છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news