સોનાલી ફોગાટના ભોજનમાં ગડબડની આશંકા? મોત બાદ બહેને આપ્યું મહત્વનું નિવેદન

Sonali Phogat Sister Statement: માત્ર 42 વર્ષની ઉંમરમાં સોનાલી ફોગાટનું હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું. તેણે ગોવામાં અંતિમ શ્વાસ લીધા. સોનાલીના મોત પર તેના પરિવારે પ્રતિક્રિયા આપી છે. 

સોનાલી ફોગાટના ભોજનમાં ગડબડની આશંકા? મોત બાદ બહેને આપ્યું મહત્વનું નિવેદન

નવી દિલ્હીઃ હરિયાણા ભાજપના નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકને કારણે મોત થઈ ગયું છે. તેના મોત બાદ કોંગ્રેસે સીબીઆઈ તપાસની માંગ કરી છે. હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ઉદયભાને સોનાલી ફોગાટના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું અને સરકારે આ મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. 

ઉદયભાને ટ્વીટ કર્યુ, 'હરિયાણાથી અભિનેત્રી સોનાલી ફોગાટના શંકાસ્પદ તથા આકસ્મિક નિધનના દુખદ સમાચાર પ્રાપ્ત થયા. ઈશ્વરને પ્રાર્થના છે કે તે દિવંગત આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. હું શોકાકુળ પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરતા આ પ્રકરણની સીબીઆઈ તપાસની માંગ કરૂ છું.'

બહેને વ્યક્ત કરી હત્યાની આશંકા
સોનાલી ફોગાટની મોટી બહેન રેમન ફોગાટે જણાવ્યું કે રાત્રે 11 કલાકે તેની તબીયત ખરાબ લાગી રહી હતી અને તેમણે ભોજન વિશે ફરિયાદ કરી હતી. રેમને કહ્યું કે સોનાલીએ માતા સાથે ફોન પર વાત કરી હતી. સોનાલીએ માતાને જણાવ્યું કે તેને ભોજન કર્યા બાદ ગડબડ થઈ રહી છે. તેને શરીરમાં કોઈ હરકત અનુભવાઈ રહી હતી. અમે કહ્યું કે ડોક્ટરને દેખાડો, પરંતુ સવારે તેના મોતના સમાચાર આવી ગયા.

— Udai Bhan (@INCUdaiBhan) August 23, 2022

ગોવામાં શૂટિંગ માટે ગઈ હતી સોનાલી
તો સોનાલીના જેઠ મનોજ ફોગાટે કહ્યુ કે તે ફિટ હતી અને તેને કોઈ સમસ્યા નહોતી. રાત્રે સામાન્ય વાત થઈ હતી. ભારતીય જનતા પાર્ટીની નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ માત્ર 41 વર્ષની હતી. તેનું સોમવારે રાત્રે ગોવામાં હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે સોનાલી પોતાના કેટલાક સભ્યની સાથે ગોવામાં એક ગીતના શૂટિંગ માટે ગઈ હતી. 

તો જસપાલ સિંહે કહ્યું કે તેના શરીર પર કોઈ બહારની ઈજાના નિશાન નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મોતનું સાચુ કારણ જાણવા મળશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવબા દલવીએ કહ્યુ કે સોનાલી ફોગાટને હોસ્પિટલમાં મૃત લાવવામાં આવી હતી. 

ભાજપની ટિકિટ પર લડી હતી ચૂંટણી
પોતાના ટિકટોક વીડિયો દ્વારા ફેમસ થયા બાદ સોનાલી ફોગાટ 2019માં હરિયાણા વિધાનસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી. પરંતુ તેણે કોંગ્રેસ નેતા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news