Sonia Gandhi Health Update: સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Sonia Gandhi Health Update: સર ગંગારામ હોસ્પિટલે જાહેર કરેલા હેલ્થ બુલેટિન મુજબ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનો ચેસ્ટ મેડિસિન ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો.અરુપ બાસુની નિગરાણીમાં ઈલાજ ચાલે છે. તેમને 2 માર્ચના રોજ ગુરુવારે તાવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.તેઓ સતત ડોક્ટર્સની નિગરાણીમાં છે. 

Sonia Gandhi Health Update: સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. તેમને તાવની ફરિયાદ બાદ ગુરુવારે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં હાલ ડોક્ટરોની નિગરાણી હેઠળ છે. 

સર ગંગારામ હોસ્પિટલે જાહેર કરેલા હેલ્થ બુલેટિન મુજબ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનો ચેસ્ટ મેડિસિન ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડો.અરુપ બાસુની નિગરાણીમાં ઈલાજ ચાલે છે. તેમને 2 માર્ચના રોજ ગુરુવારે તાવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.તેઓ સતત ડોક્ટર્સની નિગરાણીમાં છે અને અનેક તપાસના દોરથી પસાર થઈ રહ્યા છે. તેમની હાલત સ્થિર છે. 

અત્રે જણાવવાનું કે સોનિયા ગાંધીની તબિયત એવા સમયે ખરાબ થઈ છે કે જ્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે છે. તેઓ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા માટે ગયા છે. અહીં તેમણે કહ્યું હતું કે ભારતીય લોકતંત્ર ખતરામાં છે. અમે લોકો એક નિરંતર દબાણ છે એવું મહેસૂસ કરી રહ્યા છીએ. વિપક્ષના નેતાઓ પર કેસ થઈ રહ્યા છે. મારા ઉપર અનેક કેસ થયા. એવા મામલાઓમાં કેસ થયા જે બનતા જ નથી. અમે અમારો બચાવ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષના નેતાઓના ફોન પેગાસસમાં નાખવામાં આવ્યા. 

જાન્યુઆરીમાં પણ કરાયા હતા દાખલ
આ અગાઉ સોનિયા ગાંધીને તબિયત બગડ્યા બાદ ગત 5 જાન્યુઆરીએ પણ ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેમને વાયરલ સંક્રમણના કારણે દાખલ કરાયા. જ્યાં ડોક્ટર્સની એક ટીમની નિગરાણી હેઠળ તેમની સારવાર ચાલુ હતી. તે સમયે સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી માતા સાથે હાજર હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news