10 તોલાના સોનાના અસ્તરાથી કરાય છે દાઢી, હજામતની કિંમત છે...

મહારાષ્ટ્રના સાંગલીમાં રામચંદ્ર કાશીદનું સલુન હાલમાં ચર્ચામાં છે

10 તોલાના સોનાના અસ્તરાથી કરાય છે દાઢી, હજામતની કિંમત છે...

રવિન્દ્ર કાંબલે, સાંગલી : મહારાષ્ટ્રના સાંગલીમાં રામચંદ્ર કાશીદનું સલુન હાલમાં ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે એક અસ્તરો. આ અસ્તરો સોનાનો છે. સાંગલીના એક નાનકડા સલુનમાં સોનાના અસ્તરાથી દાઢી કરવામાં આવે છે. 18 કેરેટના 10 તોલા સોનાના આ અસ્તરાની કિંમત છે 3 લાખ રૂ. સલુનના માલિકે આ ખાસ અસ્તરો પુણેના એક કારીગર પાસે બનાવડાવ્યો છે. 

આ સોનાના અસ્તરાથી દાઢી કરાવવા માટે માત્ર 200 રૂ. ચુકવવો પડે છે. હાલમાં આ સલુનની બહાર લોકોની લાંબીલાંબી લાઇન જોવા મળે છે. રામચંદ્ર કાશીદે પોતાના સલુનનું નામ પણ 'ઉસ્તરા' રાખ્યું છે. તેમણે ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ સલુન તો જુનું હતું પણ એ એમાં કંઇક અલગ કરવા માગતો હતો. આ ચાહના કારણે જ આ સોનાનો અસ્તરો બનાવવામાં આવ્યો હતો. 

રામચંદ્ર માહિતી આપે છે કે ત્રણ વર્ષના પ્રયાસ પછી તેણે પુણેના મિથુન રાણા પાસે દસ તોલાનો અસ્તરો બનાવ્યો. આ ખાસ અસ્તરાનું ઉદ્ઘાટન તેના માતા-પિતાની 33મી વેડિંગ એનિવર્સરીએ કરવામાં આ્વ્યું હતું. હાલમાં સાંગલી માર્કેટમાં રામચંદ્ર કાશીદના સલુનમાં દિવસેને દિવસે ભીડ વધી રહી છે અને લોકો પહેલાંથી એપોઇન્ટમેન્ટ લઇને જ હજામત કરાવવા આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news