સિદ્ધગંગા મઠના પ્રમુખનું 111 વર્ષની વયે નિધન, કર્ણાટકમાં ત્રણ દિવસનો રાજકીય શોક

રાષ્ટ્રપતિ, વડા પ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ટોચના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, અનેક નેતાઓએ પોતાના કાર્યક્રમ કર્યા રદ્દ

સિદ્ધગંગા મઠના પ્રમુખનું 111 વર્ષની વયે નિધન, કર્ણાટકમાં ત્રણ દિવસનો રાજકીય શોક

બેંગલુરુઃ સિદ્ધગંગા મઠના પ્રમુખ શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીનું 111 વર્ષની વયમાં સોમવારે નિધન થઈ ગયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીના અનુસાર શિવકુમાર સ્વામીજીએ સવારે 11.44 કલાકે અંતિમ શ્વાસ લીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓએ સ્વામીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

ત્રણ દિવસનો રાજીકીય શોક 
સ્વામીજીના નિધન બાદ કર્ણાટક સરકાર તરફથી ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સ્વામીજીના અંતિમ સંસ્કાર મંગળવારે બેંગલુરુમાં કરવામાં આવશે. મંગળવારે તમામ સ્કૂલ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજા રહેશે. 

— ANI (@ANI) January 21, 2019

નેતાઓએ પોતાના કાર્યક્રમ રદ્દ કર્યા
સ્વામીજીના નિધન બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વર, ગૃહમંત્રી એમ.બી. પાટિલ અને જિલ્લા વહીવટીતંત્રની બેઠક બોલાવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.એસ. યેદીયુરપ્પા, કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગૌડા અને ભાજપના સાંસદ શોભા કરંદલાજે પણ પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ્દ કરીને સિદ્ધગંગા મઠ પહોંચ્યા છે. વીવીઆઈપીના આગમન માટે મઠની નજીકમાં એક હેલિપેડ બનાવાયું છે. 

— ANI (@ANI) January 21, 2019

— Rahul Gandhi (@RahulGandhi) January 21, 2019

યેદિયુરપ્પાએ કર્યા અંતિમ દર્શન
સ્વામીજી લાંબા સમયથી ફેફસાના ઈન્ફેક્શનથી પીડિત હતા. લાંબી બીમારી બપાદ ડોક્ટરોએ તેમને વેન્ટીલેટર પર મુક્યા હતા. સ્વામીજીને વય સંબંધિત બીમારીઓને કારણે અનેક વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. સ્વામીજીના દેહાંતના સમાચાર મળતાં જ સમગ્ર કર્ણાટક રાજ્યમાં શોકની લહેર દોડી ગઈ છે. મુખ્યમંત્રી કુમાર સ્વામી, પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદુયુરપ્પા, એમ.બી. પાટિલ, કે.જે. જ્યોર્જ, કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news