આ ગામ પર છે ભોલેનાથનો હાથ, પગ મૂકતા જ કરજ-ગરીબીમાંથી થવાય છે મુક્ત!
Trending Photos
નવી દિલ્હી: શું તમને ખબર છે કે ભારતનું છેલ્લુ ગામ ક્યાં છે અને તેની શું ખાસિયત છે. જો ના.. તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને આ ગામ કે જે ચમત્કારિક ગામ તરીકે પણ પ્રખ્યાત છે તેના વિશે વાત કરીએ છીએ. આ ગામ અંગે એવી માન્યતા છે કે અહીં પગ મૂકતા જ ગરીબી દૂર ભાગે છે.
ગામના માથે છે ભોલેનાથના આશીર્વાદ
ઉત્તરાખંડના બદ્રીનાથથી 4 કિલોમીટર દૂર માણા ગામ આવેલુ છે. આ ગામ ભારતનું છેલ્લું ગામ છે. ગામનું પૌરાણિક નામ મણિભદ્ર છે. કહેવાય છે કે આ ગામને ભોલેનાથના આશીર્વાદ મળેલા છે. એવી માન્યતા છે કે જે પણ અહીં આવશે તેને તમામ દેવા અને ગરીબીથી છૂટકારો મળશે. ટુરિસ્ટ અહીં અલકનંદા અને સરસ્વતી નદીનો સંગમ જોવા પણ આવે છે. આ ઉપરાંત ગણેશ ગુફા, વ્યાસ ગુફા અને ભીમપુલ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
પાંડવો અહીં થઈને ગયા હતાં સ્વર્ગ
અહીં સરસ્વતી નદી પર ભીમપુલ છે. તેના અંગે એક વાર્તા પ્રચલિત છે કે જ્યારે પાંડવો સ્વર્ગમાં જઈ રહ્યાં હતાં ત્યારે તેમણે સરસ્વતી નદીથી આગળ જવા માટે રસ્તો માંગ્યો હતો પરંતુ સરસ્વતી નદીએ ના પાડી દીધી તો ભીમે બે મોટા પથ્થરો ઉઠાવીને તેની ઉપર રાખી દીધા. જેનાથી પુલ બન્યો. કહેવાય છે કે આ પુલ પર થઈને પાંડવો સ્વર્ગમાં ગયાં. આજે પણ આ પુલ અસ્તિત્વમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે