એક એવી મદરેસા... જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃતની તાલિમ મળે છે, ગીતાના શ્લોકના સમજાવાય છે અર્થ

ભારત વિવિધતાવાળો દેશ છે અને અનેકતામાં એક્તા એ દેશની સદીઓ જૂની ઓળખ છે. સાંપ્રદાયિક સૌહાર્દ દ્વારા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનારા આ દેશમાં એકબીજાનું સન્માન કરવું જીવન જીવવાની કળા છે. મદરેસાઓનું નામ આવે ત્યાં જ આપણા માટે તે ધાર્મિક શિક્ષણ માટે બનેલા કેન્દ્ર નજરમાં આવે છે. પરંતુ મુરાદાબાદમાં મદરેસામાં એક એવી પહેલ કરાઈ છે જેના દરેક જણ વખાણ કરી રહ્યાં છે. 
એક એવી મદરેસા... જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃતની તાલિમ મળે છે, ગીતાના શ્લોકના સમજાવાય છે અર્થ

મુરાદાબાદ, દીપચંદ જોશી: ભારત વિવિધતાવાળો દેશ છે અને અનેકતામાં એક્તા એ દેશની સદીઓ જૂની ઓળખ છે. સાંપ્રદાયિક સૌહાર્દ દ્વારા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનારા આ દેશમાં એકબીજાનું સન્માન કરવું જીવન જીવવાની કળા છે. મદરેસાઓનું નામ આવે ત્યાં જ આપણા માટે તે ધાર્મિક શિક્ષણ માટે બનેલા કેન્દ્ર નજરમાં આવે છે. પરંતુ મુરાદાબાદમાં મદરેસામાં એક એવી પહેલ કરાઈ છે જેના દરેક જણ વખાણ કરી રહ્યાં છે. 

ભોજપુરમાં આવેલી મદરેસામાં વિદ્યાર્થીઓને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને શ્રીરામચરિત માનસથી લઈને ગીતાના દરેક શ્લોકનો અર્થ સમજાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ જ્યાં સંસ્કૃતના અભ્યાસમાં રસ દાખવી રહ્યાં છે ત્યાં મદરેસાના મેનેજર તેને દેશને જાણવાની અને સમજવાની પહેલ ગણાવી રહ્યાં છે. 

મદરેસામાં દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. મદરેસામાં તમામ વિષયોના શિક્ષણની સાથે સંસ્કૃતનો પણ અભ્યાસ કરાવાઈ રહ્યો છે અને સંસ્કૃતના પૌરાણિક ગ્રંથો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે. એક બાજુ રામચરિત માનસ દ્વારા ભગવાન રામના જીવન સંલગ્ન પહેલુઓ છે તો બીજી બાજુ ગીતા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જૂનના સંવાદ વિદ્યાર્થીઓને ઈતિહાસની જાણકારી આપે છે. 

12મા ધોરણ સુધીનું શિક્ષણ આપતી આ મદરેસામાં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતનો અભ્યાસ ફરજિયાત છે. દરરોજ બાળકોને સંસ્કૃત ભાષામાં લખાયેલા શ્લોકોનો અનુવાદ કરીને સમજાવાય છે. બાળકોને આપવામાં આવી રહેલી આ તાલિમથી અનેક વાલીઓ સંતુષ્ટ છે અને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે. 

જુઓ LIVE TV

મદરેસાના મેનેજર આ પગલાંને સામાજિક સદ્ભાવ જાળવવાનું કામ ગણાવે છે. તેમના મુજબ ધર્મ વિશેષ સંલગ્ન જાણકારીઓના અભાવના કારણે લોકોમાં અફવાઓ પર વિશ્વાસ કરવો સરળ બને છે. આથી વિદ્યાર્થીઓ માટે આવશ્યક છે કે તેઓ તમામ વિષયોની જાણકારી મેળવે અને સમાજમાં એક સારા માનવી તરીકે જીવન જીવે. 

મદરેસામાં સંસ્કૃતનો અભ્યાસ કરાવીને બાળકોને જ્યાં ભારતીય પૌરાણિક ગ્રંથો અને જીવન દર્શનની જાણકારી મળી રહી છે ત્યાં તેમના સવાલોના જવાબ પણ મળી રહ્યાં છે. વિદ્યાર્થીઓ પણ માને છે કે સમાજમાં જો પરસ્પર ભાઈચારો અને પ્રેમ વધારવો હોય તો શિક્ષમ દ્વારા આ કામ સરળ બને છે. મદરેસામાં આ પહેલને લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news