સુબ્રમણ્યમ સ્વામીની ભવિષ્યવાણી, દિલ્હીમાં 41+ સીટો જીતશે ભાજપ

સ્વામીએ રવિવારે ટ્વીટ કર્યું, 'મેં પહેલા કહ્યું હતું કે ટુકડે-ટુકડે ગેંગ તરફથી રસ્તાઓ બ્લોક કરવાને કારણે ખરાબ આર્થિક પરિણામ છતાં ભાજપ આશરે 41 સીટો જીતવા જઈ રહ્યું છે. હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે ભાજપ 41+ સીટોની સાથે જીતશે.'

સુબ્રમણ્યમ સ્વામીની ભવિષ્યવાણી, દિલ્હીમાં 41+ સીટો જીતશે ભાજપ

નવી દિલ્હીઃ રાજધાનીમાં મતદાન નજીક આવવાની સાથે શાહીન બાગના મુદ્દા પર રાજનીતિમાં ગરમી વધી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે, તેમની પાર્ટી દિલ્હીમાં 41થી વધુ સીટ જીતવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, શાહીન બાગને કારણે ખરાબ આર્થિક પ્રદર્શન છતાં ભાજપ દિલ્હીમાં જીતવા જઈ રહ્યું છે. 

સ્વામીએ રવિવારે ટ્વીટ કર્યું, 'મેં પહેલા કહ્યું હતું કે ટુકડે-ટુકડે ગેંગ તરફથી રસ્તાઓ બ્લોક કરવાને કારણે ખરાબ આર્થિક પરિણામ છતાં ભાજપ આશરે 41 સીટો જીતવા જઈ રહ્યું છે. હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે ભાજપ 41+ સીટોની સાથે જીતશે.'

— Subramanian Swamy (@Swamy39) February 2, 2020

દિલ્હીના મતદાનમાં હવે એક સપ્તાહથી ઓછો સમય બાકી છે અને ભાજપે સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) વિરુદ્ધ શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. ભાજપ કેજરીવાલ સરકાર અને કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવી રહી છે કે તેની મદદથી આ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેના કારણે લાખો લોકોને મુશ્કેલી થઈ રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news