Exclusive Interview Of Subramanian Swamy: જ્ઞાનવાપી સર્વે કોઈ કાયદાનું ઉલ્લંઘન નહીં, ઓવૈસી ગેરમાર્ગે દોરે છેઃ સુબ્રમણ્યમ સ્વામી

Subramanian Swamy Exclusive Interview: સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, અમે માત્ર ત્રણ મંદિરો પર દાવો કરીએ છીએ કારણ કે મથુરા, કાશી અને અયોધ્યામાં ભગવાન પ્રત્યક્ષ રૂપથી આવ્યા. 

Exclusive Interview Of Subramanian Swamy: જ્ઞાનવાપી સર્વે કોઈ કાયદાનું ઉલ્લંઘન નહીં, ઓવૈસી ગેરમાર્ગે દોરે છેઃ સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદના મામલા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. સ્વામીએ કહ્યું કે, ઓવૈસીએ કાયદાને વાંચ્યો છે. તેમને કાયદાની ડિગ્રી પણ મળેલી છે. જ્યારે તે કહે છેકે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરાવવાથી Places of Worship Act નું ઉલ્લંઘન થાય છે તો તે લોકોને ગેરમાર્ગે દોરે છે. કાયદાનો આની સાથે કોઈ સંબંધ નથી. જ્યારે કોઈ મસ્જિદ કે મંદિરને તોડવામાં આવશે ત્યારે આ કાયદાનો ઉલ્લેખ કરી શકાય છે. આ ગેરકાયદેસર નથી. કોર્ટે આ મામલામાં નિર્દેશ આપ્યો છે. 

ભાજપના નેતા સ્વામીએ કહ્યુ કે, જ્ઞાનવાપી સર્વેનો વિરોધ સર્વોચ્ચ કોર્ટમાં જઈને કરી શકાય છે અને તે ગયા પણ છે. જ્યારે તે કોર્ટમાં કહેશે કે Places of Worship Act ના કાયદાનું ઉલ્લંઘન થયું છે તો કોર્ટમાં બધા હસવા લાગશે. ઓવૈસીની વાત પાયાવિહોણી છે તેમ સ્વામીએ કહ્યુ હતું. સર્વે કોર્ટના નિર્દેશ પર થયો છે. ત્યાં ગમે તે આવી જઈ શકે છે. 

જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં પીએમ નરેન્દ્ર મોદીના મૌન પર સ્વામીએ કહ્યુ કે, કોર્ટના મામલા પર પીએમ શું બોલે? હું તે નથી કહેતો કે પીએમ ન બોલી શકે, પરંતુ આ મામલો તેમના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલો નથી. તેમાં કોર્ટે આદેશ આપ્યો. પછી સર્વે થયો અને કોઈ નુકસાન ન થયું તો તેમાં પીએમ શું બોલશે. જો પીએમ બોલે તો તે માંગ હશે કે સંસદમાં બિલ પાસ કરી Places of Worship Act ને રદ્દ કરવામાં આવે. હાલમાં તેમણે ન બોલીને બરાબર કર્યુ છે. 

— Zee News (@ZeeNews) May 17, 2022

માત્ર 3 મંદિરો પર દાવો
મથુરાની શાહી ઈદગાહ, તાજમહેલ અને કુતુબમીનાર સાથે જોડાયેલા મુદ્દા પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે, સાધુ-સંતોની બેઠકમાં નક્કી થયુ કે ત્રણ મંદિર કાશી, મથુરા અને અયોધ્યા અમે ન છોડી શકીએ કારણ કે તેમાં ભગવાન પ્રત્યક્ષ રૂપથી આવ્યા હતા. રામ જન્મભૂમિ જ્યાં રામનો જન્મ થયો. આ સિવાય બીજે જન્મ નથી થયો. ઘણા મંદિર તોડવામાં આવ્યા પરંતુ અમારો દાવો માત્ર ત્રણ પર છે. મારૂ કહેવુ છે કે તમારે જે કરવુ હોય તે કોર્ટ દ્વારા કરો. 

ચૂંટણી પહેલા માહોલ બનાવવાના પ્રયાસ પર સ્વામીએ કહ્યુ કે, જ્યારે હું સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર ચર્ચા કરી રહ્યો હતો ત્યારે પણ આ વાત કહેવામાં આવી હતી, પરંતુ નિર્ણય તો ચૂંટણી બાદ આવી ગયો. હવે તમે કહી રહ્યાં છો કે અન્યાય થયો છે. અન્યાય તો થયો જ છે. ઔરંગઝેબનું ઉરમાન છે. તે ફરમાનમાં એટલા આરોપ લગાવવામાં આવ્યા કે તેને જોઈને ગમે તે હિન્દુ દુખી થશે. હિન્દુ તો શાંતિથી રહે છે. હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news