જ્યારે, સુબ્રમણ્યમ સ્વામી ભાજપની સરકાર તોડવાનો કર્યો હતો પ્રયાસ, જાણો રોચક વાતો

જ્યારે, સુબ્રમણ્યમ સ્વામી ભાજપની સરકાર તોડવાનો કર્યો હતો પ્રયાસ, જાણો રોચક વાતો

યશ કંસારા, અમદાવાદઃ નામચીન અર્થશાસ્ત્રી, વકીલ અને સાંસદ રહી ચુકેલા સુબ્રમણ્યમ સ્વામીનો આજે જન્મદિવસ છે. આજે તેઓ પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સ્વામીએ નેતામાંથી એક છે જે સંકેતિક આક્ષેપોમાં કોઈ દિવસ વિશ્વાસ નથી રાખતા, અને ખુલીને પોતાના વિરોધીઓ પર પ્રહારો કરે છે. પછી તે વિરોધી તેમની પાર્ટીમાંથી કેમ નહીં હોય. આ વાતનો ઉદાહરણ ભારતના પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી રહી ચુક્યા છે. જેમના પર શાબ્દીક પ્રહારો કરતા સ્વામી કોઈ દિવસ ઠાકતા ન હતા. તો જાણો આ આર્ટિકલમાં સુબ્રમણ્યમ સ્વામીના કેટલાક રસપ્રદ કિસ્સા.

સ્વામીના નિશાન પર રહ્યા આ લોકો-
ભારતીય રાજકારણમાં પાછલા 4 દાયકાથી સક્રિય સુબ્રમણ્યમ સ્વામીની ઈમેજ એક એવા રાજકરણનીની છે, જે કોઈની પણ આલોચન કરવાથી કદી નથી ડરતા. RBIના ગવર્નર શક્તિકાંત દાસ હોય કે પછી પૂર્વ RBIના ગવર્નર રઘુરામ રાજન સ્વામીએ બંનેની આર્થિક નિતિઓને ખુલીને વિરોધ કર્યો છે. માત્ર આટલું જ નહીં મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણાં મત્રી રહી ચુકેલા સ્વ. અરૂણ જેટલીની પણ સમયાંતરે તેઓ ટીકા કરતા રહ્યા. સ્વામી કોંગ્રેસને પણ દરેક મુદ્દા પર ઘેરવાનું કામ કરે છે. પછી તે UPA સરકાર દરમિયાન થયેલો 2જી કૌભાંડ હોય કે પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની નાગરિક્તા પર સવાલ ઉભા કરવાનું હોય. દરેક સમયે તેમણે કોંગ્રેસ અને ગાંધી પરિવારની આલોચના કરી છે.

1999માં અટલ સરકાર પાડવા ઈચ્છતા હતા સ્વામી-
વર્ષ 1974માં જનસંઘ દ્વાકા સ્વામીને રાજ્યસભામાં સાસંદ તરીકે મોકલવામાં આવ્યા હતા. જેના કારણે તેમનું જોડાણ પહેલાં જનસંઘ અને પછી ભાજપ સાથે થયું. સુબ્રમણ્યમ સ્વામીની રાજકીય કારર્કિદી ગઠવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મુખ્ય ભૂમિકા રહી છે. પણ કેટલાક મુદ્દાઓ પર તેમણે RSSની પણ ટીકા કરવાથી પાછળ રહ્યા નથી. આ વાતનું સૌથી મોટું ઉદાહરણ વર્ષ 1999 છે, જ્યારે સ્વામીએ અટલ સરકારને પાડવા માટે સોનિયા ગાંધી અને જયલલિતાની દિલ્લીની અશોકા હોટલમાં બેઠક કરાવી હતી. જોકે, તેમના આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જે પછીથી તેઓ સોનિયા ગાંધી સામે આક્રમક બન્યા.

ઈન્દિરા ગાંધીનો વિરોધ કરવો પડ્યો હતો ભારે-
સ્વામી શરૂઆતથી જ કોંગ્રેસનો વિરોધ કરતા રહ્યા છે. પરંતુ, ઈન્દિરા ગાંધીની ટીકા કરવું તેમને મોંઘુ પડ્યું હતું. સ્વામી શરૂઆતથી જ ઓપન માર્કેટ વ્યવસ્થાના સમર્થક રહ્યા છે. જે તત્કાલિન પ્રધાનમંત્રીને ઈન્દિરા ગાંધીને અસ્વીકાર્ય હતું. પોતાના નિવેદનો માટે ચર્ચીત સુબ્રમણ્યમ સ્વામી વર્ષ  1970માં ઈન્દિરા ગાંધીની નજરમાં આવ્યા હતા. દેશના રાજકારણ પર તે સમયે ઈન્દિરા ગાંધીની પકડ ખૂબ મજબૂત હતી. સ્વામીના ઓપન માર્કેટને ઈન્દિરાએ રિજેક્ટ કર્યું હતું. જેથી પોતાના નિવેદનોમાં સ્વામી ઈન્દિરા ગાંધી સરકારની ટીકા કરી હતી. જે વાતથી નારાજ થઈને ઈન્દિરા ગાંધીએ 1972માં સ્વામીને IITની નોકરીમાંથી કાઢી મુક્યા હતા. જેની સામે સ્વામી કોર્ટમાં ગયા અને કેસ જીત્યા.  પોતાની વાત સાબિત કરવા માટે સ્વામી એક દિવસ માટે IITની નોકરી પર ગયા અને પછી રાજીનામું આપી દિધુ.

સુબ્રમણ્યમ સ્વામી વિશે જાણો આ વાતો-
સ્વામીનો જન્મ 15 સપ્ટેમ્બર 1939ના રોજ તમિલનાડુના માયલાપોર ગામમાં થયો હતો. સ્વામી 83 વર્ષના છે. તેમના પિતાનું નામ સીતારમણ સુબ્રમણ્યમ હતું. તેમના પિતા મદુરાઈ તમિલનાડુના હતા. તેમના પિતા શરૂઆતમાં ભારતીય આંકડાકીય સેવામાં અધિકારી હતા અને બાદમાં કેન્દ્રીય આંકડાકીય સંસ્થાના નિયામક તરીકે નિવૃત્ત થયા હતા. તેમની માતાનું નામ પદ્માવતી છે. તે ગૃહિણી હતા. સ્વામીને એક ભાઈ પણ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ હિંદુ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી ગણિતમાં તેમની સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેમણે ભારતીય આંકડાકીય સંસ્થામાંથી તેમની સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ તેઓ અર્થશાસ્ત્રમાં પીએચડી માટે હાર્વર્ડ યુનિવર્સિટીનો અભ્યાસ કરવા ગયા. 24 વર્ષની ઉંમરે, તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી અને થોડા સમય માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવ્યું. આ દરમિયાન તેઓ ગણિતમાં પીએચડી કરી રહેલી ભારતીય પારસી મહિલા રુકસાનાને મળ્યા. જૂન 1966માં તેમના લગ્ન થયા. રુકસાના અને સ્વામીને 2 પુત્રીઓ પણ છે - ગીતાંજલિ સ્વામી (ઉદ્યોગસાહસિક), સુહાસિની હૈદર (પ્રિન્ટ અને ટેલિવિઝન પત્રકાર).

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news