શશિ થરૂરની મુશ્કેલી વધશે, સુનંદા પુષ્કરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ, ચાર્જશીટ દાખલ

શશિ થરૂરની મુશ્કેલી વધશે, સુનંદા પુષ્કરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ, ચાર્જશીટ દાખલ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની એસઆઈડીએ સુનંદા પુષ્કરના મોતના મામલામાં દિલ્હી પોલીસે પટિયાલા હાઉસકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એસઆઈડીની આ ચાર્જશીટ આશરે ત્રણ હજાર પાનાની છે. તેમાં આરોપી તરીકે શશિ થરૂરનું નામ લખવામાં આવ્યું છે. એસઆઈટીએ આ ચાર્જશીટ  IPCની કલમ 306 એટલે કે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને IPCની કલમ 498A એટલે કે વૈવાહિક જીવનમાં ત્રાસ આપવા  હેઠળ દાખલ કરી છે. 

મહત્વનું છે કે, ચાર્જશીટમાં થરૂરનું નામ કોલમ નંબર-11માં નાખવામાં આવ્યું છે. કોલમ નંબર 11માં આરોપી વગર ધરપકડની ચાર્જશીટ દાખલ કરી શકાય છે. એસઆઈટી પ્રમાણે 306 એટકે કે, આત્મહત્યા માટે ઉશ્કેરવાની કલમ એટલા માટે ચાર્જશીટમાં જોડવામાં આવી છે, કારણ કે સુનંદાના શરીર પર ઈજાના આશરે 12 નિશાન હતા. તેનાથી ખ્યાલ આવે કે થરૂરે સુનંદા સાથે મારપીટ કરી હતી. 

બીજીતરફ કલમ 489A તે માટે લગાવવામાં આવી છે, કારણ કે શશિ થરૂર અને સુનંદાના વૈવાહિક જીવનમાં ખૂબ તણાવ હતો અને સુનંદાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખાસ ઉલ્લેખ હતો કે તેના શરીર પર 12 ઈજાના નિશાન મળ્યા હતા. આ મામલામાં 24 મેએ ચાર્જશીટ પર વિચાર કરશે. આવનારા દિવસોમાં શશિ થરૂરની મુશ્કેલી વધી શકે છે. 

સુનંદાનું 17 જાન્યુઆરી 2014માં ચાણક્યપુરી સ્તિત પાંચ સિતારા હોટલ લીલા પેલેસના સુઇટ નંબર 345માં સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયું હતું. મોતને પહેલા આત્મહત્યા ગણાવવામાં આવી હતી. એક વર્ષ બાદ વિસરા રિપોર્ટ આવ્યા બાદ પોલીસે અજાણ્યા વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ ઘટનાની તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news