એકનાથ શિંદે જૂથને સુપ્રીમમાંથી મળી રાહત, અયોગ્ય ઠેરવવા પર 11 જુલાઈ સુધી લાગ્યો પ્રતિબંધ

શિંદે જૂથને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે અયોગ્યતાની નોટિસનો જવાબ આપવા માટે 11 જુલાઈ સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

એકનાથ શિંદે જૂથને સુપ્રીમમાંથી મળી રાહત, અયોગ્ય ઠેરવવા પર 11 જુલાઈ સુધી લાગ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મોટી રાહત અયોગ્ય ઠેરવતી નોટિસ પર જવાબ આપવા માટે 11 જુલાઈ સાંજે 5.30 કલાક સુધીનો સમય આપ્યો છે. તો ડેપ્યુટી સ્પીકરે ધારાસભ્યોને માત્ર આજ સુધીનો સમય આપ્યો હતો. આ રીતે શિંદે જૂથના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા પર હાલ પૂરતો પ્રતિબંધ લાગી ગયો છે. 

ધારાસભ્યોની સુરક્ષા પર સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આપ્યો આદેશ
એકનાથ શિંદેની અરજી પર સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકર સહિત મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવ, કેન્દ્ર અને અન્યને નોટિસ જારી કરી છે. ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલને એકનાથ શિંદે તથા અન્ય 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની નોટિસ આપી હતી. ધારાસભ્યો તરફથી જીવના જોખમની ધમકીના આરોપો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર ધારાસભ્યોની સુરક્ષાની ખાતરી કરે અને તેવા પગલાં ભરે કે તેની સંપત્તિને પણ નુકસાન ન પહોંચે. 

— ANI (@ANI) June 27, 2022

એકનાથ શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- અમને ધમકીઓ મળી રહી છે
સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરના કાર્યાલયના દસ્તાવેજ માંગ્યા છે. સુપ્રીમે કર્યું કે વિધાનસભાના સમક્ષ અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવશે કે તેમને પોતાની વિરુદ્ધનો પ્રસ્તાવ મળ્યો હતો કે નહીં? સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે શું ડેપ્યુટી સ્પીકર પોતાના મામલામાં જજ બની ગયા છે અને પ્રસ્તાવને નકારી દીધો છે. ડેપ્યુટી સ્પીકરના વકીલે કહ્યું કે ઈમેલના માધ્યમથી અયોગ્ય ઠેરવવાનો પ્રસ્તાવ પ્રામાણિક નથી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરના કાર્યાલયના તમામ રેકોર્ડ જોવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news