Agni-5 Missile નું સફળ પરીક્ષણ, 5 હજાર કિલોમીટર સુધી માર કરવામાં સક્ષમ

Ballistic Missile Agni-5 successfully launched: સપાટીથી સપાટી પર માર કરનારી બૈલિસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે એટલે કે બુધવારે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. 

Agni-5 Missile નું સફળ પરીક્ષણ, 5 હજાર કિલોમીટર સુધી માર કરવામાં સક્ષમ

નવી દિલ્હીઃ ભારતે બુધવારે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી અગ્નિ-5 સપાટીથી સપાટી પર માર મારનાર બેલેસ્ટિક મિસાઈલનું  સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મિસાઇલ ત્રણ તબક્કાના ઘન ઇંધણનો ઉપયોગ કરે છે. આ મિસાઈલ ઉચ્ચ ચોકસાઈ સાથે પાંચ હજાર કિલોમીટર સુધીના લક્ષ્યાંકોને મારવામાં સક્ષમ છે. ચીનના લગભગ તમામ શહેરો તેની જેડી હેઠળ આવશે. LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત દ્વારા અગ્નિ-5 મિસાઈલના સફળ પરીક્ષણે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે.

આ મિસાઇલ પોતાની સાથે પરંપરાગત વિસ્ફોટકો સિવાય પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી આ મિસાઇલનું પરીક્ષણ કરવાની અટકળો ચાલી રહી હતી. આ અટકળો પર ચીન ભડકી ગયું હતું. ચીને કહ્યું હતું કે ભારત એશિયામાં શાંતિના માહોલને નષ્ટ કરવા ઈચ્છે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજાને નિવેદન આપ્યુ હતુ કે દક્ષિણ એશિયાના બધા દેશોના ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે કામ કરવું જોઈએ. ચીનનું કહેવું છે કે શાંતિ અને સ્થિરતા બનાવી રાખવામાં બધાનું સંયુક્ત હિત છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ભારતે અગ્નિ-5, સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અગ્નિ-5 મિસાઈલ 5,000 કિમીની રેન્જ સુધીના લક્ષ્યોને ઉચ્ચ ડિગ્રીની ચોકસાઈ સાથે નિશાન બનાવવામાં સક્ષમ છે. જેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બુધવારે અગ્નિ-V નું સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય લઘુત્તમ અવરોધ હાંસલ કરવાની નીતિને અનુરૂપ છે.

નોંધપાત્ર વાત એ છે કે સપાટીથી સપાટી પર પ્રહાર કરનાર આ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ વર્ષ 2012માં કરવામાં આવ્યું હતું. ભારત પહેલેથી જ અગ્નિ-1,2,3 મિસાઇલોને કાર્યરત કરી ચૂક્યું છે. એવું માનવામાં આવે છે કે આ ત્રણેય મિસાઇલોને પાકિસ્તાન તરફથી ઉદ્ભવતા જોખમોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જ્યારે અગ્નિ-5ને ચીન દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. અગ્નિ-5 ચીનના દરેક વિસ્તારમાં પહોંચી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news