મદ્રાસ HCનો ફેસલો, મરીના બીચ ઉપર જ થશે કરુણાનિધિના અંતિમ સંસ્કાર

ડીએમકેએ માગ કરી હતી કે કરુણાનિધિને દફનાવવા માટે મરીના બીચ પર જગ્યા આપવામાં આવે. જ્યારે એઆઈડીએમકેએ આ માગ ફગાવી દીધી છે. ત્યારબાદ આ મામલો કોર્ટમાં ગયો.

મદ્રાસ HCનો ફેસલો, મરીના બીચ ઉપર જ થશે કરુણાનિધિના અંતિમ સંસ્કાર

ચેન્નાઈ: તામિલનાડુના પૂર્વ સીએમ એમ કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરીના બીચ ઉપર જ કરવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટે રાજ્ય સરકારના વિરોધને ફગાવતા કરુણાનિધિની અંત્યેષ્ટિ મરીના બીચ પર કરવાની મંજૂરી આપી. કોર્ટે કહ્યું કે ગુરુ અન્નાની સમાધિની બરાબર બાજુમાં જ તેમને દફનાવવામાં આવશે. તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે અધ્યક્ષ એમ. કરૂણાનિધિનું મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું. ઘણા દિવસથી તેમની સ્થિતિ નાજુક હતી. સાંજે 6.10 કલાકે 94 વર્ષીય કરૂણાનિધિએ અંતિમ શ્વાસ લીધા. કરૂણાનિધિ જતા જ તમિલનાડુની રાજનીતિના એક મોટા યુગનો અંત આવી ગયો છે. તેઓ છેલ્લા 11 દિવસથી કાવેરી હોસ્પિટલમાં દાખલ હતા. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત દેશના તમામ રાજકીય પક્ષો અને નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જવાથી દેશની રાજનીતિ માટે એક ક્ષતિ ગણાવી છે. જો કે તેમના નિધન સાથે જ તેમના અંતિમ સંસ્કાર અંગે વિવાદ શરૂ થઈ ગયો. અત્રે જણાવવાનું કે ડીએમકેએ માગ કરી હતી  કે કરુણાનિધિને દફનાવવા માટે મરીના બીચ પર જગ્યા આપવામાં આવે. જ્યારે એઆઈડીએમકેએ આ માગ ફગાવી દીધી હતી. ત્યારબાદ આ મામલો કોર્ટમાં ગયો. પ્રશંસકોના હોબાળાને જોતા મદ્રાસ હાઈકોર્ટે મોડી રાતે સુનાવણીનો નિર્ણય લીધો. રાતના એક વાગ્યા સુધી સુનાવણી ચાલી. પરંતુ એઆઈડીએમકે પોતાનો પક્ષ રજુ કરી શક્યો નહીં. તેણે જવાબ માટે સમય માંગ્યો. ત્યારબાદ હાઈકોર્ટે સવારે 8 વાગ્યાનો સમય આપતા સુનાવણી સ્થગિત કરી. આ મામલે આજે સવારે 8 વાગે સુનાવણી શરૂ થઈ ગઈ હતી અને હવે ચુકાદો ડીએમકેના પક્ષમાં આવ્યો છે.

— ANI (@ANI) August 8, 2018

તામિલનાડુ સરકારે પોતાનો જવાબ દાખલ કર્યો. સરકારનું કહેવું છે કે મરીના બીચ પર જગ્યા નથી. તામિલનાડુ સરકારે પોતાના સોગંદનામામાં કહ્યું કે મરીના બીચ પર અંતિમ સંસ્કાર માટે ફક્ત હાલના મુખ્યમંત્રીઓને જ જગ્યા આપવામાં આવી છે. સરકારે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રીઓના અંતિમ સંસ્કાર ગાંધી  મંડપમમાં કરાયા છે. કરુણાનિધિ હાલના મુખ્યમંત્રી નથી આથી તેમના અંતિમ સંસ્કાર પણ ગાંધી મંડપમમાં કરવા જોઈએ. 

કેમ થયો વિવાદ?

કરૂણાનિધિના અંતિમ સંસ્કારના સ્થાનને લઈને રાજ્યમાં વિવાદ થયો છે. રાજ્યની ઈકે પલાનીસ્વામી સરકારે ચેન્નઈના મરીના બીચ પર ડીએમકે પ્રમુખના અંતિમ સંસ્કાર માટે મંજૂરી આપી નથી. ડીએમકેએ રાજ્ય સરકારને કરૂણાનિધિના અંતિમ સંસ્કાર અને તેમના સમાધિ સ્થળ માટે મરીના બીચ પર જગ્યા આપવાની માંગ કરી હતી, પરંતુ સરકારે આ માંગને ઠુકરાવી દીધી. પલાનીસ્વામી સરકારે ગાંધી મંડપની પાસે જમીન આપવાની વાત કરી છે. ડીએમકેએ અન્નાની સમાધિ પાસે કરૂણાનિધિના અંતિમ સંસ્કારની માંગ કરી હતી. 

— ANI (@ANI) August 8, 2018

સરકાર દ્વારા મરીના બીચ પર અંતિમ સંસ્કારનો ઈનકાર કર્યા બાદ ડીએમકેએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હુલુવાદી જી. ગણેશે આ મામલા પર સુનાવણી માટે પોતાની મંજૂરી આપી દીધી છે. હાલ મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવમી ચાલી રહી છે. 

અત્રે જણાવવાનું કે દ્રમુક નેતાની સ્થિતિ 28 જુલાઈએ બ્લડ પ્રેશર ઓછુ થવાથી બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ હોસ્પિટલમાં હતા. કરૂણાનિધિનું પાર્થિવ શરીર અહીં કાવેરી હોસ્પિટલથી તેમના ગૃહ નગર ગોપાલાપુરમ લાવવામાં આવ્યું છે. ત્યારબાદ તેમનું પાર્થિવ શરીર લોકોના દર્શન માટે રાજાજી હોલમાં રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ બુધવારે તેમના અંતિમ દર્શન માટે ચેન્નઈ જશે. 

બહુમુખી પ્રતિભાના ધની એમ કરૂણાનિધિ તમિલ ભાષા પર સારી પકડ રાખતા હતા. તેમણે ઘણા પુસ્તકો, ઉપન્યાસ, નાટકો અને તમિલ ફિલ્મોના સંવાદ લખ્યા. તમિલ સિનેમાથી રાજનીતિમાં પગ મુકનાર કરૂણાનિધિ આશરે 6 દાયકાના પોતાના રાજકીય જીવનમાં ક્યારેય પણ ચૂંટણી નથી હાર્યા. કરૂણાનિધિના સમર્થકો તેમને પ્રમેથી કલાઈનાર એટલે કે કલાના વિદ્વાન કહેતા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news