ટાટા સન્સના ચેરમેન એ ચંદ્રશેખર સંભાળશે એર ઇન્ડીયાની કમાન

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એર ઇન્ડીયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ટાટા ગ્રુપના પ્રથમ તુર્કીના ઇલ્કર આયસીને એરઇન્ડીયાના મુખ્ય કાર્યકારીના રૂપમાં જાહેર કર્યા હતા, પરંતુ ભારતમાં વિરોધ બાદ ઇલ્કર આયરસીને પદ સંભાળવાની ના પાડી દીધી હતી. ચંદ્રશેખર ઓક્ટોબર 2016 માં ટાટા સન્સના બોર્ડમાં સામેલ હતા

ટાટા સન્સના ચેરમેન એ ચંદ્રશેખર સંભાળશે એર ઇન્ડીયાની કમાન

નવી દિલ્હી: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એર ઇન્ડીયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ટાટા ગ્રુપના પ્રથમ તુર્કીના ઇલ્કર આયસીને એરઇન્ડીયાના મુખ્ય કાર્યકારીના રૂપમાં જાહેર કર્યા હતા, પરંતુ ભારતમાં વિરોધ બાદ ઇલ્કર આયરસીને પદ સંભાળવાની ના પાડી દીધી હતી. ચંદ્રશેખર ઓક્ટોબર 2016 માં ટાટા સન્સના બોર્ડમાં સામેલ હતા અને જાન્યુરી 2017 માં તેમને અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. 

કોણ છે નટરાજન ચંદ્રશેખરન
એન. ચંદ્રશેખરનનો જન્મ 1963માં તામિલનાડુના મોહનુરમાં થયો હતો. તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી MCA કર્યું છે. ચંદ્રશેખરન 1987માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા અને તેમના નેતૃત્વ હેઠળ TCS ટાટા જૂથની સૌથી મોટી કંપની બની હતી તેમજ નફાની દ્રષ્ટિએ સૌથી સફળ પણ બની હતી. ચંદ્રા તરીકે જાણીતા છે ચંદ્રશેખરનને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2017માં તેમની નિમણૂક કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2017માં તેમનું પદ સંભાળ્યું હતું. તેઓ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર અને TCS જેવી કંપનીઓના બોર્ડના ચેરમેન પણ છે. ચંદ્રશેખરન નટરાજન, જેને 'ચંદ્ર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news