Telangana Election Result LIVE : તેલંગણા ચૂંટણી પરિણામ 2018, જુઓ લાઇવ
તેલંગનામાં હાલ તેલંગના રાષ્ટ્ર સમિતિ (TRS)ની સરકાર હતી. કે. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી હતા. આ ઈલેક્શનમાં TRS એકલા તમામ 119 સીટ પર ઈલેક્શન લડી છે. બીજેપીમાં પણ 119 સીટ પર એકલા ઈલેક્શન લડી. કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી મળીને ઈલેક્શન લડી છે. કોંગ્રેસ નેતૃત્વવાળા પિપલ્સ ફ્રન્ટ (પ્રજા કુટામી)માં કોંગ્રેસ, ટીડીપી ઉપરાંત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી CPI) અને તેલંગના જન સમિતિ પણ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હી : તેલંગણા વિધાનસભા ઈલેક્શન (Telangana Elections 2018)માં 119 સીટ માટે ધીરે ધીરે પરિણામ સામે આવી રહ્યું છે. ટીઆરએસ પ્રમુખ અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ ઈલેક્શન જીતી ચૂક્યા છે. તેઓ ગજવેલ સીટથી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે 50 હજાર વોટોથી જીત મેળવી છે. પરિણામમાં પ્રચંડ બહુમત મળતો જોઈને ટીઆરએસના કાર્યકર્તાઓ ખુશી ઉજવી રહ્યાં છે. હૈદરાબાદમાં પાર્ટી મુખ્યાલયની બહાર હજારોની સંખ્યામાં કાર્યકર્તા એકઠા થયા છે અને ચંદ્રશેખર રાવ જિંદાબાદના નારા લગાવી રહ્યાં છે. મીઠાઈ વહેંચીને કાર્યકર્તા જશ્ન મનાવી રહ્યાં છે. તેલંગણામાં કોંગ્રેસ અને ભાજપના સૂપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસે પોતાની હાર પર ઈવીએમ સાથે ચેડા થયા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
Live Updates :
-
4.20 કલાકે - કે.ચંદ્રશેખર રાવ હૈદરાબાદ સ્થિત પાર્ટી મુખ્યાલય પહોંચ્યા. હજારોની સંખ્યામા કાર્યકર્તા તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે મુખ્યાલય પહોંચીને મા દુર્ગાની પૂજા કરી અને કાર્યકર્તાઓની સાથે જીતની ખુશી ઉજવી.
4.15 કલાકે - ટીઆરએસ 9 સીટ પર જીતી ચૂકી છે. જ્યારે કે, 77 સીટ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 2 સીટ પર જીતી ચૂકી છે. જ્યારે કે, 21 સીટ પર આગળ ચાલી રહી છે. બીજેપી એક સીટ પર આગળ ચાલી રહી છે. અન્ય 2 સીટ પર જીતી ચૂકી છે, જ્યારે કે 7 સીટો પર આગળ ચાલી રહ્યા છે.
3.55 કલાકે - ઈલેક્શનના પરિણામોને લઈને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, જનતા સમજી ચૂકી છે કે બીજેપીએ ગત પાંચ વર્ષોમાં કંઈ જ નથી કર્યું. તેથી લોકો વિકલ્પ શોધી રહ્યાં છે. બીજેપીની વિરુદ્ધ લડાઈમાં અમે જનતાની સાથે છીએ. પાંચ રાજ્યોમાં આવનારું પરિણામ તેમાં મદદ કરશે. તેલંગણાને લઈને તેમણે કહ્યું કે, ટીડીપી જનાદેશનું સન્માન કરે છે. શાનદાર જીત માટે હું કે.ચંદ્રશેખરને અભિનંદન આપું છું.
3.00 કલાકે - તેલંગણાના કેરટેકર મિનીસ્ટર અને ટીઆરએસના ઉમેદવાર તલસાણી શ્રીનિવાસ યાદવ 30,217 વોટથી સનથ નગર વિધાનસભા સીટ પર જીત્યા
2.15 વાગ્યે - ટીઆરએસ પ્રમુખ અને તેલંગનાના ચીફ મિનિસ્ટર કે.ચંદ્રશેખર રાવ ગજેવાલ વિધાનસભા સીટ પરથી 50,000 વોટથી જીત્યા.
તેલંગણામાં કોંગ્રેસે ચીફ ઈલેક્ટ્રોરલ ઓફિસરને લેખિત ફરિયાદ કરી કે, ઈવીએમ સાથે ચેડા થયા છે.
TRS President and Telangana caretaker Chief Minister K Chandrashekhar Rao wins from Gajwel constituency by over 50,000 votes. #TelanganaElections2018 (file pic) pic.twitter.com/UXP5UYOrnd
— ANI (@ANI) December 11, 2018
1.20 વાગ્યે ટીઆરએસ 87 સીટ પર, બીજેપી 2 સીટ પર અને અન્ય ઉમેદવારો 9 સીટ પર આગળ છે.
12.40 વાગ્યે - ટીઆરએસ 91 સીટ પર આગળ વધી રહી છે. કોંગ્રેસ 21, બીજેપી 2 અને અન્ય 6 સીટ પર આગળ વધી રહ્યાં છે.
કોંગ્રેસે પોતાની હાર માટે ઈવીએમને કારણભૂત ગણાવ્યું. તે અંગે ટીઆરએસની સાંસદ કે.કવિથાએ કહ્યું કે, ઈવીએમ સાથે કોઈ ચેડા નથી થયા. ગઈકાલે સીઈસીની મીટિંગમાં પણ તેમણે કહ્યું કે, ઈવીએમ સાથે કોઈ ચેડા થયા નથી. લોકોએ ટીઆરએસને જીત અપાવી છે. કોંગ્રેસનો આરોપ ખોટો છે.
Hyderabad: Congress delegation submits a complaint to Telangana Chief Electoral Officer (CEO) Rajat Kumar raising suspicions that Electronic Voting Machines (EVMs) have been manipulated in the state. #AssemblyElections2018 pic.twitter.com/XTCL0Dcmnb
— ANI (@ANI) December 11, 2018
11.51 વાગ્યે ઈલેક્શન કમિટીના ડેટા અનુસાર, 90 સીટ પર ટીઆરએસ ટ્રેન્ડ કરી રહી છે. કોંગ્રેસ 16 સીટ પર આગળ છે. તો ઔવેસીની AIMIM પાર્ટી 5 સીટ પર આગળ છે. બીજેપી એક સીટ પર આગળ છે. અન્ય ત્રણ 3 સીટ પર આગળ છે.
11.45 વાગ્યે - તેલંગણાની પ્રદેશ કમિટીના ઉત્તર કુમાર રેડ્ડીએ ઈવીએમ સાથે છેડછાડનો આરોપ લગાવ્ય છે. તેમણે કહ્યું કે, જે પરિણામ સામે આવી રહ્યા છે, તેનાથી અમને વાંધો છે.
Official ECI trends: TRS leading on 90 seats, Congress leading on 16 seats, AIMIM on 5 seats, BJP leading on 1 seat, and others on 3 seats in Telangana. #AssemblyElections2018 pic.twitter.com/z5UUBs0EIy
— ANI (@ANI) December 11, 2018
11.20 વાગ્યે - ગજવેલ સીટથી કે.ચંદ્રશેખર રાવ આગળ વધી રહ્યાં છે.
ભારે બહુમત મેળવવાથી ટીઆરએસ પાર્ટીના કાર્યકર્તાઓમાંથી ખુશી છવાઈ ગઈ છે. હૈદરાબાદમાં પાર્ટી ઓફિસ બહાર જીતનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. હાલ ટીઆરએસ સ્પષ્ટ રીતે બહુમત મેળવતી દેખાઈ રહી છે. પરિણામમાં પ્રચંડ બહુમતી મળતી જોઈને ટીઆરએસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા છે. ચંદ્રશેખર રાવના જિંદાબાદના નારા લગાવી રહ્યાં છે. મીઠાઈ વહેંચીને તથા ડાન્સ કરીને જશ્ન મનાવાઈ રહ્યું છે.
10.20 સુધીના પરિણામમાં ટીઆરએસ 95 સીટ પર આગળ છે. કોંગ્રેસ પાર્ટી 13 પર આગળ છે. તો બીજેપી 4 સીટ અને અન્યના ખાતામાં 5 સીટ આવી રહી છે.
9.50 સુધી 103 સીટ પર પરિણામ આવી ચૂક્યા છે. ટીઆરએસ 80 સીટ પર આગળ. કોંગ્રેસ 12 સીટ પર અને બીજેપી 4 સીટ પર આગળ. અન્ય ઉમેદવારો 5 સીટ પર આગળ છે.
આદિલાબાદામાં ટીઆરએસ ઉમેદવાર જે.રમન્ના આગળ છે. મુધોલમાં કોંગ્રેસ ઉમેદવાર રમા રાવ પટેલ આગળ છે. 2 સીટો પર ટીઆરએસ આગળ છે.
Telangana: TRS members celebrate outside party office in Hyderabad as the party leads in trends. #AssemblyElections2018 pic.twitter.com/dJIxlJF3Tf
— ANI (@ANI) December 11, 2018
AIMIM લીડર અસુદ્દીન ઔવેસીના ભાઈ અકબરુદ્દીન ઔવેસી ચંદ્રયાન ગુટ્ટા વિધાનસભા સીટ પરથી જીતથી ખાતુ ખોલાવ્યું
9.30 વાગ્યે શરૂઆતના પરિણામમાં ટીઆરએસ 72 સીટ પર, કોંગ્રેસ 15 સીટ પર અને બીજેપી 4 સીટ તથા અન્ય ઉમેદવાર 9 સીટ પર આગળ છે.
9.40 વાગ્યે તેલંગણામાં કોંગ્રેસ ક્લીન સ્વીપ પર. ટીઆરએસ 75 સીટ પર આગળ, તો કોંગ્રેસ 12 સીટ પર આગળ. શરૂઆતના પરિણામમાં બહુમતને પાર કરી ગયું TRS. બીજેપી 4 અને અન્ય ઉમેદવાર 9 સીટ પર આગળ ચાલી રહ્યાં છે.
9.20 વાગ્યામાં 99 સીટ પર પરિણામ આવ્યું. ટીઆરએસ 57 અને કોંગ્રેસ 31 સીટ પર આગળ ચાલી રહ્યું છે. બીજેપી 4 અને અન્ય ઉમેદવાર 7 સીટ પર આગળ ચાલી રહ્યાં છે.
Hyderabad: AIMIM leader Akbaruddin Owaisi wins from Chandrayan Gutta constituency. #Telangana pic.twitter.com/ItjQpPQcDU
— ANI (@ANI) December 11, 2018
9 વાગ્યાના પરિણામાં ટીઆરએસ 31 સીટ પર અને કોંગ્રેસ 30 સીટ પર આગળ છે. બીજેપી અને 5 સીટ પર અન્ય ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.
K Kavitha, Telangana Rashtra Samithi (TRS) MP: We believe people of Telangana are with us. We have sincerely worked and utilised the opportunity given to us. So I believe voters will bring us back to power, and that too independently. We are very confident about it. pic.twitter.com/fgY4EwfguZ
— ANI (@ANI) December 11, 2018
- તેલંગણામાં 27 સીટનું પરિણામ આવું છે. 9 સીટ પર ટીઆરએસ, 10 સીટ પર કોંગ્રેસ અને 2 સીટ પર બીજેપી અને 6 સીટ પર અન્ય ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.
- 9 સીટ પર ટીઆરએસ આગળ. તેલંગણામાં કોંગ્રેસવાળુ વિપક્ષી ગઠબંધન પ્રજા કુટમી તેમજ ટીઆરએસમાં મુખ્ય ટક્કર માનવામાં આવી રહી છે. બંને પોતાની સરકાર બનાવવાને લઈને આશ્વત છે.
- તેલંગણામાં 3 સીટ પર ટીઆરએસ આગળ
- બીજા પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ. આલિદાબાદામાં ટીઆરએસ ઉમેદવાર જે.રમન્ના આગળ. મુઘોલથી કોંગ્રેસ ઉમેદવાર રમા રાવ પટેલ આગળ.
- મતગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલા પરિણામાં ટીઆરએસ અને કોંગ્રેસ આગળ છે. હજી બીજેપીનું ખાતુ ખૂલ્યું નથી.
- તેલંગણા વિધાનસભા ઈલેક્શન (Telangana elections 2018) ના પરિણામ પહેલા એઆઈએમઆઈએમના પ્રમુખ અસુદ્દીન ઔવેસીનો એક અલગ અંદાજ જ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ઔપચારિક રીતે લોકોને મળનારા ઔવેસી હૈદરાબાદના રસ્તા પર બાઈક દોડવતા નજરે આવ્યા હતા. સોમવારે તેઓ બાઈકથી નીકળ્યા હતા. તેમના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. તેઓ બાઈક પર સવાર થઈને તેલંગણાના કેરટેકર મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને મળવા પહોંચ્યા હતા.
હાલ તેલંગનામાં હાલ તેલંગના રાષ્ટ્ર સમિતિ (TRS)ની સરકાર હતી. કે. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી હતા. આ ઈલેક્શનમાં TRS એકલા તમામ 119 સીટ પર ઈલેક્શન લડી છે. બીજેપીમાં પણ 119 સીટ પર એકલા ઈલેક્શન લડી. કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી મળીને ઈલેક્શન લડી છે. કોંગ્રેસ નેતૃત્વવાળા પિપલ્સ ફ્રન્ટ (પ્રજા કુટામી)માં કોંગ્રેસ, ટીડીપી ઉપરાંત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી CPI) અને તેલંગના જન સમિતિ પણ સામેલ છે.
રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ અને સ્થાનિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કોંગ્રેસ અહીં સ્થાનીક પક્ષ પ્રજાકુટમી અને તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન બનાવીને ચૂંટણી લડી રહી છે. ભાજપ અને ટીઆરએસ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. અહીં, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસે-ઈત્તેહાદુલ-મુસ્લેમિન ટીઆરએસના સમર્થનમાં ચૂંટણી લડી રહી છે.
મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: સત્તાનું ઘમાસાણ, ભાજપ સત્તા જાળવશે કે કોંગ્રેસ કરશે વાપસી?
તેલંગાણા રાજ્યનું ચૂંટણી સમીકરણ
વર્ષ 2014 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 119+1 (1 બેઠક નામાંકિત સભ્ય માટે છે)
Live: છત્તીસગઢના 1269 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય, 8 કલાકે શરૂ થશે મતગણતરી
ગત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ
પક્ષ | સીટ |
TRS | 90 |
કોંગ્રેસ | 13 |
AIMIM | 7 |
ભાજપ | 5 |
TDP | 03 |
CPIM | 01 |
ટીઆરએસના મુખ્ય ચહેરાઃ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ(કેસીઆર)- ગજવેલ બેઠક, પ્રેમ સિંઘ રાઠોર(ટીઆરએસ)-ગોશામહલ(હૈદરાબાદ), કે.ટી. રામા રાવ(સિરસિલા), ટી. હરિશ રાવ,
કોંગ્રેસઃ એ. રેવાન્થ રેડ્ડી(કોડાંગલ) ઉપરાંત અન્ય કેટલાક પ્રમુખ નેતાઓ છે.
રાજસ્થાન ચૂંટણી પરિણામ LIVE: આજે EVM નક્કી કરશે 2274 મતદાતાનું ભવિષ્ય, 8 કલાકે શરૂ થશે મતગણના
તેલંગણાની 119 વિધાનસભા સીટ પર 7 ડિસેમ્બરના રોજ વોટિંગ કરાયું હતું. લોકતંત્રના આ પર્વમાં 73.20 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેલંગણામાં આજે 1821 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો આવશે. એક્ઝિટ પોલ મુજબ, તેલંગણામાં સત્તારુઢ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહી છે. જોકે, ટીઆરએસને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પ્રજા કુટુામી એટલે કે પિપલ્સ એલાયન્સને જોરદાર ટક્કર મળી રહી છે. પિપલ્સ એલાયન્સમાં કોંગ્રેસ, ટીડીપી, ટીજેએસ, સીપીઆઈ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે