પંજાબના ડેરા નાનક બાબામાં આતંકવાદીઓની ઘુસણખોરીના ઇનપૂટઃ BSFને રિપોર્ટ આપવા આદેશ

ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેરા બાબા નાનક ખાતે એક જાહેર સભા સંબોધવાના છે અને અહીંથી તેઓ કરતારપુર કોરિડોર અને પેસેન્ડર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરવાના છે. 

પંજાબના ડેરા નાનક બાબામાં આતંકવાદીઓની ઘુસણખોરીના ઇનપૂટઃ BSFને રિપોર્ટ આપવા આદેશ

નવી દિલ્હીઃ કરતારપુર કોરિડોરને ઉદ્ઘાટનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાકિસ્તાનની સરહદ કરીને ભારતના પંજાબમાં કેટલાક આતંકવાદીઓ ઘુસ્યા હોવાના ઈનપુટ છે. આ આતંકવાદીઓ ડેરા બાબા નાનક દરગાહની આજુ-બાજુના વિસ્તારમાં છુપાયા હોવાના ઈન્ટેલિજન્સ એજન્સીઓએ બુધવારે ઈનપૂટ આપ્યા છે. ઈન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટના પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને આતંકવાદીઓની ઘુસણખોરી અંગે વિસ્તૃત રિપોર્ટ આપવા આદેશ અપાયા છે. 

ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેરા બાબા નાનક ખાતે એક જાહેર સભા સંબોધવાના છે અને અહીંથી તેઓ કરતારપુર કોરિડોર અને પેસેન્ડર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરવાના છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાનના પંજાબ રાજ્યના નોરવલ જિલ્લામાં બનેલા કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. 

બીએસએફને જે ઈનપુટ મળ્યા છે તેના અનુસાર પાકિસ્તાનના પંજાબના મુરિદકે, શકૂરગઢ અને નોરવાલમાં આવેલા આતંકી કેમ્પોમાં મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓને આતંકી તાલીમ આપવામાં આવી રહી છે. આ અગાઉ પણ ઈખલાસપુર અને શકુરગઢમાં આતંકવાદી ગતિવિધી અને હિલચાલના ઈનપુટ સમયાંતરે મળતા રહ્યા છે. 

આતંકવાદીઓની ઘુસણખોરીના ઈનપુટના પગલે સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સાથે જ અન્ય એજન્સીઓને પણ આંતરરાષ્ટ્રીય સરહદે ચોકસાઈ વધારવા માટે સુચના આપવામાં આવી છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news