વીડિયોની હકીકતઃ ઝી ન્યૂઝે વીડિયો સાથે છેડછાડના આરોપ કર્યા ખોટા સાબિત, કોંગ્રેસની બોલતી બંધ

રાજસ્થાન ચૂંટણીના પ્રચાર દરમિયાન નવજોત સિંઘ સિદ્ધુ દ્વારા અલવરમાં સંબોધવામાં આવેલી એક રેલીમાં કેટલાક લોકો પાકિસ્તાન તરફી નારા લગાવતા જોવા મળ્યા હતા. ઝી ન્યૂઝ દ્વારા આ વીડિયોને વારંવાર ચલાવવામાં આવ્યો અને કોંગ્રેસ તથા સિદ્ધુને તેમની રેલી દરમિયાન લાગેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા અંગે પોતાનો મત વ્યક્ત કરવા જણાવાયું હતું 

વીડિયોની હકીકતઃ ઝી ન્યૂઝે વીડિયો સાથે છેડછાડના આરોપ કર્યા ખોટા સાબિત, કોંગ્રેસની બોલતી બંધ

નવી દિલ્હીઃ રાજસ્થાન ચૂંટણીના પ્રચાર દરમિયાન નવજોત સિંઘ સિદ્ધુ દ્વારા અલવરમાં સંબોધવામાં આવેલી એક રેલીમાં કેટલાક લોકો પાકિસ્તાન તરફી નારા લગાવતા જોવા મળ્યા હતા. ઝી ન્યૂઝ દ્વારા આ વીડિયોને વારંવાર ચલાવવામાં આવ્યો અને કોંગ્રેસ તથા સિદ્ધુને તેમની રેલી દરમિયાન લાગેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા અંગે પોતાનો મત વ્યક્ત કરવા જણાવાયું હતું.

જોકે, કોંગ્રેસના નેતાઓએ આરોપોને નકાર્યા હતા અને એવો આરોપ લગાવ્યો કે ઝી ન્યુઝ દ્વારા વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. સાથે જ સિદ્ધુએ ઝી ન્યૂઝ પર માનહાનીનો કેસ ઠોકવાની પણ ધમકી આપી હતી. કોંગ્રેસના ટેકેદારો દ્વારા સોશિયલ મીડિયામાં ઝી ન્યૂઝ સામે કેમ્પેઈન ચલાવાયું હતું અને કેટલાક મીડિયા હાઉસ તથા પત્રકારોએ પણ તેમને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ વારંવાર એવા વીડિયો પોસ્ટ કર્યા જેમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર એડિટ કરી દેવાયા હતા. 

આથી, ઝી ન્યૂઝની ટીમે સ્થાનિક લોકોનો સંપર્ક કર્યો. સાથે જ સિદ્ધુની અલવર રેલી દરમિયાન હાજર રહેલા પત્રાકરોનો સંપર્ક કર્યો અને આ રીતે જુદા-જુદા પત્રકારો દ્વારા રેલી દરમિયાન શૂટ કરાયેલા જુદા-જુદા 7 વીડિયો મેળવ્યા હતા. એક સ્થાનિક પત્રકારે કેમેરાની સામે આવીને કોંગ્રેસને ઉઘાડી પાડવાની હિંમત દેખાડી અને જણાવ્યું કે, સિદ્ધુ જ્યારે રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગ્યા હતા. 

ઝી ન્યૂઝના એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરીએ કોંગ્રેસના રણદીપ સુરજેવાલા સાથે તેમની ટ્વીટ અંગે વાત કરી, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે ઝી ન્યૂઝ દ્વારા ખોટો વીડિયો ચલાવાયો છે અને રેલીમાં 'સત શ્રી અકાલ'ના નારા લાગ્યા હતા. સુરજેવાલાએ પોતાના દાવાને સાચો સાબિત કરવા માટે એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો. 

જોકે, સુધીર ચૌધરીએ સુરજેવાલાના તમામ આરોપોને ખોટા ઠેરવ્યા અને એ સાબિત કર્યું કે કોંગ્રેસના નેતા દ્વારા જે વીડિયો પોસ્ટ કરાયો છે તે બહુ જ સાવચેતીપૂર્વક એડિટ કરવામાં આવ્યો છે. જેમાં 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગી ગયા બાદની રેલી દર્શાવાઈ છે. 

— Sudhir Chaudhary (@sudhirchaudhary) December 4, 2018

આ પ્રથમ વખત નથી જ્યારે ઝી ન્યુઝને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરાયો છે. અગાઉ પણ 2016માં જ્યારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં જ્યારે ભારત વિરોધી નારા લાગ્યા હતા ત્યારે પણ આવું જ હલકી કક્ષાનું અભિયાન ચલાવાયું હતું. ઝી ન્યૂઝ દ્વારા જ્યારે જેએનયુમાં ભારત વિરોધી નારાનો વીડિયો ચલાવાયો ત્યારે તેની સામે કેટલાક પ્રશ્નો ઉઠાવાયા હતા. જોકે, ફોરેન્સિક પરીક્ષણમાં ઝી ન્યુઝનો વીડિયો સાચો સાબિત થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news