રિક્ષા ડ્રાઇવરોએ ટ્રાફિક કર્મચારીઓને માર માર્યો, પોલીસે કરી ધરપકડ

ઓટો ડ્રાઇવર દ્વારા ટ્રાફિક પોલીસને માર માર્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘાયલ ટ્રાફિક પોલીસ કર્મચારીઓનું નામ પ્રકાશ સોનાવણે અને કિશોર ધપકે છે. આ મામલે ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રિક્ષા ડ્રાઇવરોએ ટ્રાફિક કર્મચારીઓને માર માર્યો, પોલીસે કરી ધરપકડ

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં રિક્ષા ડ્રાઇવર દ્વારા બે ટ્રાફિક પોલીસ કર્મચારીઓને માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના નાગપુરના ગણેશપેઠ બસ સ્ટેશનની પાસેની છે. ઓટો ડ્રાઇવર દ્વારા ટ્રાફિક પોલીસને માર માર્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઘાયલ ટ્રાફિક પોલીસ કર્મચારીઓનું નામ પ્રકાશ સોનાવણે અને કિશોર ધપકે છે. આ મામલે ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. નાગપુર પોલીસે બંને આરોપી રિક્ષા ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.

ટ્રાફિક જામના કારણે ટ્રાફિક પોલીસ કર્મી નાગપુરના હોટલ રાહુલ ડિલક્સની સામે મેમો આપવાની કાર્યવાહી કરી રહ્યાં હતા. આ કાર્યવાહી કરી રહ્યાં હતા તે દરમિયાન રિક્ષા ડ્રાઇવર મયૂર રાજૂરકર અને સોનુ કાંબલેની ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી થઇ હતી.

આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટ્રાફિક પોલીસ કર્મી કિશોર ધાપકે અને પ્રકાશ સોનવણેને આ બંને રિક્ષા ડ્રાઇવરોએ માર માર્યો હતો. તે દરમિયાન એક ટ્રાફિક પોલીસ કર્મચારીની વર્દી પણ ફાડી નાખી હતી. આ બંનેએ ટ્રાફિક પોલીસ કર્મચારી કિશોર ધપકેની સાથે માર મારી કરી હતી. હવે નાગપુર પોલીસે બંને આરોપી રિક્ષા ડ્રાઇવરન ધરપકડ કરી લેવામાં આવી છે.

નાગપુરના ગણેશપેઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટ સુનીલ ગાંગુર્ડેનું કહેવું છે કે પોલીસે આ બંને રિક્ષા ડ્રાઇવરોની તાત્કાલી ધોરણે ધરપકડ કરી લીધી છે. ગણેશ પેઠ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસને માર માર્યાના મામલે આ બંને આરોપીઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news