ફૂલ સ્પીડમાં જઇ રહેલી ટ્રેનના પૈડાના થયા બે કટકા, ટળ્યો મોટો અકસ્માત

ઉત્તર પ્રદેશથી હૈદ્વાબાદ થઇને યશવંતપુર જનાર ટ્રેન નંબર 15015ના પૈડાના બે ટૂકડા થઇ ગયા. ગનીગત રહી તેનાથી કોઇ મોટો અકસ્માત થયો નહી. ટ્રેન નાગપુરથી 40 KM પહેલાં હતી, ત્યારે A2 કોચનું એક પૈડું ભારે ધડાકા સાથે તૂટી ગયું અને કોચનું તળિયું તોડીને નીચે ટ્રેક પર પડ્યું.

ફૂલ સ્પીડમાં જઇ રહેલી ટ્રેનના પૈડાના થયા બે કટકા, ટળ્યો મોટો અકસ્માત

આર એન અગ્રવાલ, ગોરખપુર: ઉત્તર પ્રદેશથી હૈદ્વાબાદ થઇને યશવંતપુર જનાર ટ્રેન નંબર 15015ના પૈડાના બે ટૂકડા થઇ ગયા. ગનીગત રહી તેનાથી કોઇ મોટો અકસ્માત થયો નહી. ટ્રેન નાગપુરથી 40 KM પહેલાં હતી, ત્યારે A2 કોચનું એક પૈડું ભારે ધડાકા સાથે તૂટી ગયું અને કોચનું તળિયું તોડીને નીચે ટ્રેક પર પડ્યું. જે જગ્યાએ પૈડાએ તૂટીને કોચ પર એટેક કર્યો હતો, તેના ઉપરના બર્થ પર યાત્રા કરી રહેલી મહિલાના હાથમાં ગંભીર ઇજા પહોંચી છે. 

કેટલાક સમજદાર મુસાફરોએ ચેન પુલિંગ કરીને ટ્રેન રોકી દીધી. ટ્રેનમાં હાજર સ્ટાફ ઘટનાસ્થળનું નિરક્ષણ કર્યું તો તેમના હોશ ઉડી ગયા. ટ્રેન 3/4 પૈડા પર કેટલાક કિલોમીટર દોડી ચૂકી હતી. તેને ઇશ્વરનો કમાલ કહી શકાય કે ટ્રેન ડિરેલ ન થઇ નહીતર મોટો અકસ્માત સર્જાઇ શકતો હતો. 

— ANI (@ANI) May 29, 2018

ટ્રેન સુમસામ વિસ્તારમાં ઉભી રહી છે અને ઘણીવાર સુધી કોઇ રાહતકાર્ય શરૂ કરવામાં ન આવ્યું. પોતાના નિર્ધારિત સમયથી 4 કલાક મોડી ચાલી રહેલી ટ્રેનમાં પહેલાંથી જ પેંટ્રી સેવા બંધ હતી અને હવે તો મહિલાઓ અને બાળકો પણ ભૂખના લીધે વલખાં મારી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news