રોહિત શેખરની માતાએ કહ્યું, 'કેટલાક લોકોએ મારા પુત્રને ડિપ્રેશન આપ્યું, જેનો ખુલાસો પછીથી કરીશ'

રોહિત શેખર તિવારીની માતા ઉજ્જવલા તિવારીએ રોહિતની મોતને સામાન્ય ગણાવી છે. તેમમે કહ્યું કે, રોહિતના મૃત્ય પર અમને કોઇં શંકા નથી. પંરતુ કેટલાક લોકોએ તેને ડિપ્રેસન આપ્યું હતું. જેનો ખુલાસો સમય આવશે ત્યારે કરીશ.

રોહિત શેખરની માતાએ કહ્યું, 'કેટલાક લોકોએ મારા પુત્રને ડિપ્રેશન આપ્યું, જેનો ખુલાસો પછીથી કરીશ'

નવી દિલ્હી: રોહિત શેખર તિવારીની માતા ઉજ્જવલા તિવારીએ રોહિતની મોતને સામાન્ય ગણાવી છે. તેમમે કહ્યું કે, રોહિતના મૃત્ય પર અમને કોઇં શંકા નથી. પંરતુ કેટલાક લોકોએ તેને ડિપ્રેશન આપ્યું હતું. જેનો ખુલાસો સમય આવશે ત્યારે કરીશ. મંગળવારે પૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીના 40 વર્ષના પુત્ર રોહિત શેખર તિવારીનું રહસ્યમય હાલતમાં મોત થયું હતું. રોહિત તેમની માતા, પત્ની અને ભાઇની સાથે દિલ્હીના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર રોહિતની માતા ઉજ્જવલા બપોરે સાકેત વિસ્તારની મેક્સ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે ગઇ હતી.

ત્યારે તેમના ઘરથી નોકરો અને તેમના બીજો પુત્ર સિદ્ધાર્થે ફોન કરી જણાવ્યું કે રોહિતના નાકથી લોહી નીકળી રહ્યું છે અને તેમના હાથ ઠંડા પડી ગયા છે. રોહિતની માતા તાત્કાલીક હોસ્પિટલથી એમ્બ્યુલન્સ લઇને ઘરે પહોંચી અને રોહિતને લઇને પરત લગભગ 5 વાગ્યાની આસપાસ મેક્સ હોસ્પિટલ પહોંચી, જ્યાં ડોક્ટરોએ રોહિતને મૃત જાહેર કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર રોહિતને કોઇ ઇજા કે નિશાન ન હતું
પોલીસના જણાવ્યા અનુસાર રોહિતને કોઇ ઇજા કે તેનું નિશાન ન હતું. આશંકા છે કે, તેમનું બ્રેન હેમ્બ્રેજના કારણે મોત થયું છે. રોહિતના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમની નોકરાણીએ જણાવ્યું કે, રોહિતના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. જણાવી રહ્યાં છે કે, રોહિતને ન્યૂરોથી જોડાયેલી સમસ્યા હતી.

દક્ષિણ દિલ્હીના ડીસીપી વિજય કુમારના જણાવ્યા અનુસાર રોહિતના મૃતદેહને કબ્જે લઇ પીએમ અર્થે એમ્સ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે. જ્યાં તનું બુધવારે પોસ્ટમાર્ટમ થશે. ત્યારે રોહિતના ઘરમાં પણ તાપસની સાથે નોકરો અને પરિવારજનોથી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પીએમ રીપોર્ટની રાહ જોઇ રહી છે. ત્યારબાદ તેના મોતનું કારણ જાણવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news