ભારતમાં અસહ્ય ગરમી દર વર્ષે લે છે હજારોનો ભોગ, ગરમીથી મોતના છે ચોંકાવનારા આંકડા

Heat: અસહ્ય ગરમી વર્ષે દુનિયામાં હજારો લોકોનો ભોગ લે છે. આમાં પણ ભારતના આંકડા ચોંકાવનારા છે. ગત સંસદના ગત વર્ષના સત્રમાં કેન્દ્ર સરકારે ગરમી અને લૂથી મોતના આંકડા જાહેર કર્યા હતા. 

ભારતમાં અસહ્ય ગરમી દર વર્ષે લે છે હજારોનો ભોગ, ગરમીથી મોતના છે ચોંકાવનારા આંકડા

અસહ્ય ગરમી વર્ષે દુનિયામાં હજારો લોકોનો ભોગ લે છે. આમાં પણ ભારતના આંકડા ચોંકાવનારા છે. ગત સંસદના ગત વર્ષના સત્રમાં કેન્દ્ર સરકારે ગરમી અને લૂથી મોતના આંકડા જાહેર કર્યા હતા જેમાં 2015થી 2023 સુધીમાં સરેરાશ 300 વ્યક્તિનું મોત દર વર્ષે થાય છે. એટલું જ નહીં દુનિયામાં ગરમીના કારણે કેટલા લોકો મોતને ભેટે છે જુઓ આ રિપોર્ટ.. 

દેશમાં કાળઝાળ ગરમીની પડવાની શરુઆત થતાની સાથે જ હીટવેવ અને હીટસ્ટ્રોકની ચર્ચા શરુ થઈ જાય છે. ત્યારે કેટલીક વાર ગરમીનું પ્રમાણ વધતા લોકોના મોત થતા હોવાની ઘટના પણ સામે આવતી હોય છે.. સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે, ગરમીના કારણે આખરે મોત કેમ થાય છે..

વધુ પડતી ગરમીના કારણે શરીરનું તાપમાન અચાનક ઝડપથી વધવા લાગે છે. પરસેવો યોગ્ય રીતે બહાર નીકળી શકતો નથી. જેને કારણે શરીર પોતાને ઠંડું રાખી શકતું નથી. આ દરમિયાન, શરીરનું તાપમાન 10 થી 13 મિનિટમાં 41 ડિગ્રી સેલ્સિયથી વધી જાય છે. જેના કારણે હીટ સ્ટ્રોક થાય છે અને ઘણા કિસ્સામાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે. વધુ પડતી ગરમીના કારણે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે હૃદયને વધુ પંપ કરવું પડે છે. જેના પગલે હૃદયના ધબકારા 100 પ્રતિ મિનિટના દરને પાર કરે છે. અચાનક ધબકારા વધવાના કારણે હાર્ટ ફેલ થઈ જાય છે. હીટવેવથી બચવા માટે દર કલાકે પાણી પીતા રહેવું જોઈએ. તેમજ બને તેટલું હાઈડ્રેડ રહેવું જોઈએ. માથુ ઢાંકીને રાખવું જોઈએ. બને તો સુતરાઉ અને ખુલ્લા કપડા પહેરવાનું રાખવું જોઈએ.

વર્ષ 2015થી 2023 સુધીમાં હીટવેવના કારણે સમગ્ર દેશમાં કુલ 4057 લોકોનાં મોત નીપજ્યા છે. જેમના આંકડાની વિગતવાર વાત કરીએ તો,

વર્ષ 2015માં 2040 મોત..
વર્ષ 2016માં 1102 મોત..
વર્ષ 2017માં 375 મોત..
વર્ષ 2018માં 24નાં મોત..
વર્ષ 2019માં 215નાં મોત..
વર્ષ 2020માં 4નાં મોત..
વર્ષ 2021માં મોતનો આંકડો ઉપલબ્ધ નથી..
જ્યારે વર્ષ 2022માં 33 લોકોનાં મોત થયા..
અને વર્ષ 2023માં 264 લોકોનાં મોત નીપજ્યા હતા..

ભારત દેશમાં ગરમીનો પ્રકોપ 3 જ મહિના રહે છે. એપ્રિલ, મે અને જૂન. આ સમયગાળા દરમિયાન ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વધારે પડતી ગરમી રહે છે. જૂન બાદ ચોમાસું શરૂ થાય છે જ્યારે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે પરંતુ, છેલ્લા 1 દાયકાથી ગરમીમાં સદંતર વધારો થઈ રહ્યો છે અને સાથે જ પાણીની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વર્લ્ડ વેધર એટ્રીબ્યૂશન દ્વારા કરવામાં આવેલી સ્ટડી અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે એશિયાના કેટલાક ભાગોમાં જેમાં ભારત પણ સામેલ છે ત્યાં એપ્રિલમાં જ હીટવેવમાં 45 ટકાનો વધારો થયો છે. જેના કારણે પ્રી-મોનસૂનમાં દક્ષિણ એશિયાનુ તાપમાન છેલ્લા એક દાયકામાં સરેરાશ 0.85 ડિગ્રી વધી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news