Union Cabinet Reshuffle: ગુરૂવાર, 8 જુલાઈએ મોદી કેબિનેટનો થશે વિસ્તાર, 20 નવા ચહેરા થશે સામેલ!

Union Cabinet Reshuffle: આ ગુરૂવાર એટલે કે 8 જુલાઈએ નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવા જઈ રહ્યાં છે. ચર્ચા ચાલી રહી છે કે 20 નવા ચહેરાને કેબિનેટમાં તક આપવામાં આવી શકે છે. 
 

Union Cabinet Reshuffle: ગુરૂવાર, 8 જુલાઈએ મોદી કેબિનેટનો થશે વિસ્તાર, 20 નવા ચહેરા થશે સામેલ!

નવી દિલ્હીઃ Union Cabinet Reshuffle: કેન્દ્રીય મંત્રીમંડળનો વિસ્તાર 8 જુલાઈએ થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે આઠ જુલાઈ એટલે કે ગુરૂવારે મોદી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવશે અને માહિતી મળી રહી છે કે 20 નવા ચહેરાના સામેલ કરવામાં આવશે. આ પહેલા આજે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને મંત્રી પદેથી હટાવી રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે મંત્રીમંડળના કેટલાક મંત્રીઓને પદ પરથી હટાવવામાં આવી શકે છે. 

જાણકારી પ્રમાણે કેબિનેટનો વિસ્તાર 8 જુલાઈ એટલે કે ગુરૂવારે સવારે 10.30 કલાકે થઈ શકે છે. આ પહેલા ઘણા નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. 

— ANI (@ANI) July 6, 2021

આ વચ્ચે અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ દિલ્હી પહોંચી ગયા છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયા પણ દિલ્હી પહોંચવાના છે. દિલ્હી માટે નિકળતા પહેલા સિંધિયાએ ઉજ્જૈનમાં મહાકાલની પૂજા કરી છે. 

— ANI (@ANI) July 6, 2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થનારા નામોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, નારાયણ રાણે, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, સુશીલ મોદી, રાજીવ રંજન, સંતોષ કુશવાહા, અનુપ્રિયા પટેલ, વરૂણ ગાંધી, પ્રવીણ નિષાદ મુખ્ય રૂપથી સામેલ છે. આ સિવાય કેટલાક મંત્રીઓને કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે. 

— ANI (@ANI) July 6, 2021

કેબિનેટ વિસ્તારનું એક મોટુ કારણ તે પણ છે કે મોદી સરકારમાં ઘણા એવા મંત્રી છે, જેની પાસે વધુ મંત્રાલયનો કાર્યભાર છે. પીયૂષ ગોયલ, હરદીપ પુરી આવા મંત્રીઓ છે. તેવામાં નવા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરી અન્ય મંત્રીઓનો કાર્યભાર ઓછો કરવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news