30 એરપોર્ટ પર ચેકિંગ- રિંગટોનથી જાગરૂકતા, આ રીતે કોરોનાનો સામનો કરવા ઉપાય કરી રહી છે સરકાર


કોરોના વાયરસનો સામનો કરવા માટે ભારતમાં ઘણા મોરચા પર તૈયારી કરવામાં આવી રહી છે. સોમવારે કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધન અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વચ્ચે આ મુદ્દા પર બેઠક યોજાઇ હતી. 
 

30 એરપોર્ટ પર ચેકિંગ- રિંગટોનથી જાગરૂકતા, આ રીતે કોરોનાનો સામનો કરવા ઉપાય કરી રહી છે સરકાર

નવી દિલ્હીઃ ભારતમાં સતત વધી રહેલી કોરોના વાયરસની અસર વચ્ચે સોમવારે એકવાર ફરી કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રીય પ્રધાન પ્રમાણે આ વાયરસની ઝપેટમાં 60થી વધુ દેશ છે અને તેવામાં બહારથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલની સાથે બેઠક કરી હતી. 

બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને જાણકારી આપી કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસના 43 કેસ સામે આવ્યા છે, તેમાંથી ત્રણ સ્વસ્થ થઈ ચુક્યા છે. દેશના અલગ-અલગ ભાગમાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને લોકોને તેનાથી બચવાની સલાહ આપવામાં આવી રહી છે. હાલ દેશમાં કોરોના વાયરસની તપાસ કરવા માટે 46 લેબ ચાલું છે. 

— ANI (@ANI) March 9, 2020

કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, અમે લોકોને ફોન પર કોરોના વારસ વિશે જાણકારી આપી રહ્યાં છીએ. આ રીતે રિંગ ટોન રમિયાન કોરોના વાયરસને લઈને સાવચેત કરવામાં આવી રહ્યાં છે. 

હર્ષવર્ધન પ્રમાણે દેશના 30 એરપોર્ટ પર દરેક પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કુલ 8 લાખથી વધુ લોકોની તપાસ થઈ ચુકી છે. જાન્યુઆરીમાં માત્ર 7 એરપોર્ટ પર જ સ્ક્રીનિંગ શરૂ થયું હતું. હવે સરકાર તરફથી જિલ્લા સ્તર પર તેની ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી કોઈ કોરોનાથી ચેપગ્રસ્ત હોય તો તેની તુરંત ઓળખ કરી શકાય. 

— ANI (@ANI) March 9, 2020

હોળી નહીં ઉજવે કેજરીવાલ
બેઠક બાદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું કે શહેરમાં કોરોના વાયરસને લઈને જાગરૂકતા ફેલાવવામાં આવી રહી છે. હવે લોકલ લેવલ પર પણ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી દરેકની તપાસ થઈ શકે. અરવિંદ કેજરીવાલે વિશ્વાસ અપાવ્યો કે વ્યક્તિ સ્વસ્થ છે તેને માસ્કની જરૂર નથી. 

કેજરીવાલે કહ્યું કે, આ વખતે કોરોના વાયરસ અને દિલ્હીમાં થયેલી હિંસાને કારણે તેઓ હોળી ઉજવશે નહીં. દિલ્હીમાં કોરોના વાયરસના અત્યાર સુધી 4 કેસ સામે આવ્યા છે. દિલ્હી સીએમે કહ્યું કે, શહેરમાં જગ્યાએ-જગ્યાએ લાઉડ સ્પીકર દ્વારા, પમ્ફલેટ દ્વારા તેના વિશે જાણકારી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં મેટ્રો અને બસોની સતત સફાઇ કરવામાં આવી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news