'નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતાં ત્યારે 14 વર્ષમાં ક્યારેય તોફાન થયા નથી'

રાજ્યસભા સાંસદ અમર સિંહે ઉત્તર પ્રદેશની પૂર્વની સમાજવાદી સરકારની આલોચના કરતા શનિવારે કહ્યું કે ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે 14 વર્ષ ક્યારેય તોફાન થયા નથી.

'નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતાં ત્યારે 14 વર્ષમાં ક્યારેય તોફાન થયા નથી'

બિજનૌર: રાજ્યસભા સાંસદ અમર સિંહે ઉત્તર પ્રદેશની પૂર્વની સમાજવાદી સરકારની આલોચના કરતા શનિવારે કહ્યું કે ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે 14 વર્ષ ક્યારેય તોફાન થયા નથી. જ્યારે ઉત્તર પ્રદેશમાં સપા સરકારમાં મુઝફ્ફરનગરમાં મુસલમાનો મરી રહ્યાં હતાં. સિંહે અહીં મોદી અગેઈન પીએમ મિશન કાર્યક્રમમાં સામેલ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેમણે મુલાયમ સિંહ યાદવને છોડ્યા નથી. પરંતુ બે વાર પાર્ટીમાંથી તેમને કાઢી મૂકાયા. તેમણે કહ્યું કે જ્યારે મુઝફ્ફરનગરમાં રમખાણોમાં મુસલમાનો મરી રહ્યાં હતાં ત્યારે યાદવ પરિવાર સૈફઈમાં મહોત્સવમાં વ્યસ્ત રહ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે સપા નેતા અખિલેશ યાદવે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે અમરસિંહ હકીકતમાં ભજાપના ઈશારે કામ કરી રહ્યા છે. અમરસિંહે છેલ્લા કેટલાક મહિનાઓમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે અનેક મુલાકાતો કરી હતી, જેને આ અંગે કારણભૂત ગણવામાં આવી રહી છે. એટલે સુધી કે યુપી ઈન્વેસ્ટર્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્વજનિક રીતે એક પ્રસંગની ચર્ચા દરમિયાન અમરસિંહનો ઉલ્લેખ પણ કરી દીધો. ત્યારબાદથી જ અમર સિંહનો જુસ્સો ઊંચો જોવા મળી રહ્યો છે અને સપાને વગોવવામાં કોઈ તક છોડતા નથી. 

આ જ કડીમાં અચાનક સપા નેતા અખિલેશ યાદવ પર હુમલો કરીને તેમને સમાજવાદીની જગ્યાએ 'નમાજવાદી' નેતા કહેવા લાગ્યા છે. એટલું જ નહીં સપાના બીજા મોટા નેતા આઝમ ખાનના ઘરમાં ઘૂસીને તેમને પડકાર પણ ફેકી આવ્યાં. એટલે કે રામપુરમાં જઈને તેમણે આઝમ ખાન પર આકરા પ્રહારો કર્યાં. એ તો જગ જાહેર છે કે અમર સિંહ અને આઝમ ખાન લાંબા સમયથી રાજકીય હરીફો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news